SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગેબ્રુવ સપ્રદાય પેાતાના મુખે પેાતાનાં વખાણ ન કરવાં. જે વસ્ત્ર પહેરવાથી પેાતાનાં અંગ દેખાય તેવાં વસ્ત્રો ન પહેરવાં. પાતાના સેવકેાને સદા અન્નવસ્રાદિ આપીને કાળજી રાખવી. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન તથા તપસ્વી એ છ જણ આવે ત્યારે ઊભા થઈ સન્માન કરી આસન આપવું. તેમનું પ્રેમથી સ્વાગત કરવું. ગુરુ, દેવ કે રાજા સામે પગ પર પગ ચઢાવીને કે ઢીંચણે વસ્ત્ર બાંધીને બેસવું નહિ. વ્યવહાર કાય માં કઈના જામીન ન થવું. આપત્તિ વખતે ભીક્ષા માગીને ચલાવવું. પણ કાઈ કરજ ન કરવું. સહીસિક્કા વગર કાઈની સાથે ધન કે જમીનની લેવડદેવડ કરવી નહિ. પેાતાની ઊપજ પ્રમાણે ખર્ચ કરવેશ. ગાળ્યા વિના પાણી અને દૂધ ન પીવુ. જે જળાશયમાં ઘણાં જ ંતુએ હોય તેમાં નહાવું નહીં. ઉચ્ચ વણું ના લેાકેાએ નીચલી વર્ણમાં જ્ઞાન અને સદાચારના ફેલાવા કરવા જોઈએ.” પ C આમ, શિક્ષાપત્રી દ્વારા સહજાનંદ સ્વામીએ સામાન્ય માનવીને પછી તે ભલે સત્સંગી હોય કે ન હેાય સદાચારના અને સ્વચ્છતાના નિયમેા સમજાવ્યા છે. સમાજના છેલ્લા વર્ગ સુધી સ્વચ્છતા અને આરેાગ્યની વ્યાપક સુધારણાની દૃષ્ટિ તેમાં રહેલી છે. આ દૃષ્ટિએ સ્વામીનારાયણુના ખાધ કેવળ એક વિશિષ્ટ વ પૂરતા મર્યાદિત નથી, પણ તેમાં સમગ્ર લેાકસમુદાયને આવરી લેવામાં આવેલ છે. દરેક માણસ એમાંથી પેાતાની શક્તિ પ્રમાણે ખેાધ લઈ શકે છે. સદાચાર આયરી શકે છે. સામાન્ય રીતે સહજાનંદ સ્વામીએ સામાન્ય નાગરિક માંસાહાર, મદ્ય (દારૂ), તમાકુ, ગાંજો, જેવાં કેફી વ્યસના, ચેારી, વ્યભિચાર, અસત્ય ખેાલવુ, વગેરે દૂષાથી દૂર રહે તેવા આગ્રહ શિક્ષાપત્રી દ્વારા રાખ્યા છે. સહાાનંદ સ્વામીના ખીજો નોંધપાત્ર ગ્રંથ “વચનામૃત” છે. તેમાં તત્કાલીન સમાજના સતા અને હરિભક્તોના ઉપદેશને ગ્રંથસ્થ કરવામાં આવેલ છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રાથમિક સદાચાર ધર્માંથી શરૂ કરીને જીવનમાં ઉચ્ચત્તમ પરબ્રહ્મનું જ્ઞાન મેળવવા વિશેની સુવિધા રાખવામાં આવી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના નોંધપાત્ર સાત આ સંપ્રદાયમાં શ્રી મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, દેવાનંદ, મંજુકેષાનંદ વગેરે નોંધપાત્ર સતા થયા. તેમણે પોતાનાં કાવ્યા દ્વારા આ સંપ્રદાયના ગુજરાતમાં પ્રચાર કર્યો. મુક્તાન? મુકુન્દબાવની, ઉદ્ધવગીતા, સતીગીતા વગેરે ગ્ર ંથા દ્વારા સમાજમાં વૈરાગ્યની ભાવના કેળવી. બ્રહ્માન ? સુમતિપ્રકાશ, વ માનવિવેક, બ્રહ્મવિલાસ વગેરે ગ્ર ંથ રચ્યા. પ્રેમાન ંદે સ્વામી સહજાનંદના વિરહનાં બારમાસીનાં પદા દ્વારા પ્રેમલક્ષણા ભક્તિને મહિમા ગાયા. નિષ્કુળાન દે
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy