SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગુજરાતના ધમ સપ્રદાય જોઈ ન શકાય તેવા આગ્રહ હતા. આગળ જતાં તે સહજાનંદ સ્વામી તરીકે એાળખાવા લાગ્યા. સહજાનંદ સ્વામીને ભક્તો ભગવાન નારાયણને અવતાર માને છે. આ સંપ્રદાયમાં નર નારાયણુ, રાધાકૃષ્ણ વગેરે ઉપરાંત ધર્મ ભક્તિરૂપે સહાનંદના પિતા–માતાની તેમજ હરિકૃષ્ણ રૂપે સહજાનંદ સ્વામીની પેાતાની પણ ઉપાસના થાય છે, ને મ ંદિરમાં આ સર્વની પ્રતિમાએની પ્રતિષ્ઠા કરી તેમનાં પૂજન અર્ચન કરાય છે. આથી એમણે સ્થાપેલા સ પ્રદાય સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે એળખાય છે. સ્વામી સહજાનંદ ધીરે ધીરે ગુજરાતમાં સ્થિર થઈ શરૂઆતમાં ધાર્મિક સુધારાનું કાર્ય આરંભ્યું. તેમણે કથાવાર્તા સાંભળવા માટેની સ્રીએ-પુરુષાની સભાએ। જુદી કરી, પણ સ્ત્રીઓને ધર્માંથી અળગી ન કરી. તેમના માટે અક્ષરજ્ઞાન મેળવવા માટેની સગવડ પ્રાપ્ત કરી. સ્ત્રી-પુરુષોની મર્યાદાનુ આયોજન કર્યું, હિંસક યજ્ઞેાની નાબૂઠ્ઠીનું કાર્ય આરછ્યું. આખા ગુજરાતમાં પરિવ્રાજક તરીકે કરીને તેમણે યજ્ઞા, ઉત્સા, સામૈયા દ્વારા ધર્મજાગૃતી આણી. તેમના કાર્યથી પ્રભાવિત થઈને મુંબઈના તે વખતના ગવર્નર માલકમે અમદાવાદમાં હાલ કાલુપુરમાં જ્યાં સ્વામીનારાયણનું મંદિર છે તે જગ્યા આપી હતી. સહજાનંદ સ્વામી વિષે એક એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે “સહજાન દ સ્વામી પ્રવાસ કરતા કરતા અંકલેશ્વર આવ્યા, ત્યાંથી સૂરત આવ્યા. આ વખતે એક પારસી ગૃહસ્થ અરદેસરે તેમનુ ભાવભીનું સ્વાગત કર્યું. આ પારસી અરદેસરને નવાબે નાકરીમાંથી છૂટા કર્યાં હતા. સહજાનંદની કૃપાથી તેમને પેાતાની નાકરી પાછી મળેલી. સૂરતની મુલાકાત વખતે અરદેસરની ભક્તિથી ખુશ થઈને સહજાનંદ સ્વામીએ તેમને પેાતાના માથાની પાઘડી આપી, આશીર્વાદ આપ્યા હતા કે જ્યાં સુધી આ પાઘડી તમારા ઘરમાં હશે ત્યાં સુધી તમારા ઘરમાંથી લક્ષ્મી આછી થશે નહી. આ પાધડીની આજે પણ અરદેસરના કુટુ ખીએ રાજ પૂજા કરાવે છે. તેમણે સુરતમાં લગભગ ૨ માસ રહીને પ્રજાને ઉપદેશ આપ્યા. ધીરે ધીરે તેમણે સમાજસેવાના કાર્યનો આરંભ કર્યો. તેમણે સમાજના શ્રમજીવીઓને ઉત્તેજન આપવા મંદિશ બધાવવાનું શરૂ કર્યું. કારીગરામાં આચારશુદ્ધિને મહિમા વધાર્યાં, સમાજમાં પછાત ગણાતી જ્ઞાતિએમાં સ ંસ્કાર સિ ંચવાનું ભગીરથ કાર્ય કર્યું. તેમણે આ સર્વ માટે શિક્ષાપત્રી નામે એક આચાર સંહિતા રચી. તેમણે જુદા જુદા સાધુએનાં મંડળા દ્વારા તીધામેામાં સદાવ્રતા શરૂ કર્યાં. ધન અને શસ્ત્રના ત્યાગના ઉપદેશ દ્વારા કાઠી, કખી ને કાળી લેાકેાને વશ કર્યાં.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy