SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ ગુજરાતના ધર્મ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયના પાયામાં વિષ્ણુ ભગવાનની ભક્તિ રહેલી છે એમ કહી શકાય. ઋગ્રેદમાં આપણને વિષ્ણુને ઉલ્લેખ જોવા મળે છે વિષ્ણુને ઋદમાં સૂર્યના એક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવેલ છે. વિષ્ણુ શબ્દ સંસ્કૃત ધાતુ “વિશ” એટલે પ્રવેશવું પરથી બન્યો છે. જગતમાં પ્રવેશીને પ્રકાશનું પરમાત્માનું સ્વરૂપ તે વિષ્ણુ ભારતમાં વિષ્ણુપૂજને સંપ્રદાયનું સ્વરૂપ પૌરાણિક યુગમાં જ મળ્યું એમ કહી શકાય. શિલાલેખેને પુરા આપણને ભારતીય યવન એલચી હિલોડેરસને મળે છે. આ એલચીએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો અને ભગવાન વાસુદેવના માનમાં બેસનગર આગળ એક ગરુડ સ્તંભ ઊભો કર્યો હતો. મહાભારતના નારાયણ પર્વમાં આપણને આ સંપ્રદાયનું અસલ સ્વરૂપ જોવા મળે છે. આ પર્વમાં નારદમુનિ ભગવાન નારાયણ પાસે જાય છે, ત્યારે ભગવાનને ઉપાસનામાં બેઠેલા જુએ છે. આ જોઈને નારદ પૂછે કે આપ પોતે પરમાત્મા હોવા છતાં કેાની ઉપાસના કરે છે ? નારદના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હું પોતે મારી પ્રકૃતિની ઉપાસના કરું છું. તે સત અને અસતની જન્મદાતા છે.” મહાભારતના એક પ્રકરણુ ભગવદ્ગીતામાં તે ભક્તિ ભારોભાર જોવા મળે છે. જ્ઞાનને કર્મ કરતાં પણ, ગીતા એ ભક્તિયોગ શાસ્ત્ર છે એમ કહેવું વધારે યોગ્ય છે. " વૈષ્ણવ સંપ્રદાયનું મૂળ નામ “પાંચરાત્ર સંપ્રદાય હતું. એ સંપ્રદાયને વ્યવસ્થિત કરવાનું માન રામાનુજને પ્રાપ્ત થાય છે. આ પાંચરાત્ર સંપ્રદાય એ પૌરાણિક યુગ જેટલું પ્રાચીન છે. આ સંપ્રદાયનું મૂળ ભગવદ્દગીતામાં છે. આ સંપ્રદાયમાં શરૂઆતમાં વાસુદેવ પૂજા પ્રચલિત હતી. વાસુદેવ પૂજા એટલે કૃષ્ણપૂજા. કૃષ્ણ કેણ હતા ? તેઓ આર્ય કે અનાર્ય ? તેઓ અતિહાસિક વ્યક્તિ હતા કે કાલ્પનિક ? તેઓ ગોપ હતા કે ક્ષત્રિય ? વગેરે પ્રશ્નો આજ દિન સુધી ચર્ચાતા રહ્યા છે. રામાનુજના સંપ્રદાયમાં વાસુદેવ પૂજા જોવા મળે છે. આગળ જતાં તેમાંથી કૃષ્ણપૂજ, રાધાકૃષ્ણપૂજા, વિષ્ણુપૂજા, અને વિષ્ણુના અવતારોની પૂજા પ્રચારમાં આવેલી છે એમ કહી શકાય. વૈષ્ણવ સંપ્રદાયમાં જ્ઞાન કે કર્મ કરતાં પ્રેમભાવને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. મેક્ષ કરતાં પણ ઈશ્વરની ભક્તિ પર વધારે ભાર મૂકવામાં આવે છે. નરસિંહ મહેતા એક પદમાં કહે છે કે “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મજન્મ અવતાર રે.” પાછળના આચાર્યો ને સંતોએ ભક્તિરસની આસપાસ પિતાને સંપ્રદાય ચલાવ્યો હતો. વૈષ્ણવ ધર્મને ઇતિહાસ જોતાં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy