SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શીખ ધર્મ દેશના ડાબા ને જમણા અંગ જેવી એ કામ હિંદુ અને મુસ્લિમ ધર્માંતે નામે બરખાદ થઈ રહી હતી ત્યારે તેમને એકતાને તાંતણે બાંધવાના પ્રયત્ન શીખ ધમે કર્યાં. શિષ્ય' શબ્દ ઉપરથી પંજાબી ભાષાના સિક્ખ' શબ્દ બન્યા છે. ખીજા શબ્દોમાં કહીએ તેા શીખ એટલે શિષ્ય. આ ધર્મીમાં જણાવ્યુ` છે કે સત્' નામની એળખ ગુરુથી થાય છે ને તે માટે સત્યનિષ્ઠ ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. વીરતા, સ્વાર્પણુ ને ગુરુભક્તિ માટે શીખ પ્રજા ભારતીય પ્રજામાં ખૂબ આદર પામી છે. ઈ.સ.ના ૧૧મા સૈકાથી આપણા દેશ ઉપર જે વિદેશી આક્રમણા શરૂ થયાં તેને લઈને પ્રજાનું સામાજિક અને ધાર્મિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. જીવનમાંથી શ્રદ્ધાનું ખળ નાશ પામ્યું. સ્વમાન અને સમભાવની ભાવના નષ્ટ થઈ ગઈ. સમાજમાંથી સત્ય ન્યાય અને ધર્મના લેપ થઈ ગયા. ધમને નામે જાદું, ચમત્કાર, વહેમ, અંધશ્રદ્ધા વગેરે અનિટા દેશમાં ઠેર ઠેર વ્યાપક બન્યાં. મુસ્લિમ સુલતાનાને બાદશાહે અનેક પ્રકારે ધર્માન્તર કરાવતા હતા. આખા સમાજમાં ભય અને ધમકીનું વાતાવરણ ફેલાએલું હતું. સમાજમાં બ્રાહ્મણેા અને મૌલવીએ જ્ઞાની હોવાના દંભ કરી ધર્મને નામે સાંપ્રદાયિક સંકુચિતતા વિકસાવતા. હતા. સમાજમાં આ પ્રકારના સંધર્ષ ચાલી રહ્યો હતા ત્યારે ખીજી બાજુ સંતાની પરંપરા ભક્તિભાવે ધર્માંનું ચૈતન્ય ટકાવી રાખવા પ્રયત્ન કરતી હતી. ઈશ્વર ક્રાઈ કામના ન હોઈ શકે પણ સના છે. એ વાત ઉપર તેમÌ ભાર મૂકયે।. નાતજાતનાં બંધને તાડીને સાવિણુંક ધમ ફેલાવ્યેા. આ સંત પર ંપરામાં પ્રથમ રામાનંદ થયા. રામાનંદ બાદ તેના શિષ્યાએ ગુરુનું કાર્ય આગળ ધપાવ્યું. આ શિષ્યમાં કખીર અને નાનકનું નામ આગળ પડતુ છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy