SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામ ધર્મ મુસ્લિમ સ્થાપત્ય રચાયાના દાખલા ઓછા મળે છે. ફક્ત સિદ્ધપુરના પ્રાચીન રુદ્રમાળના ખંડેરેમાં બંધાયેલ મસ્જિદને એક જ દાખલો મળે છે. આ સમયે રચાયેલ ઈસ્લામી સ્મારકામાં વડોદરાને કુતુબુદ્દીનને મકબરો, અમદાવાદમાં મીર અબુતુરાબને રોજે, શેખ વછઉદ્દીનને રેજે, હાજીસાહેબની મસ્જિદ (દરિયાપુર), સુજાતખાનની મસ્જિદ, અનવરખાન બાબીને મકબરે (અમદાવાદ), પીરમશાહની મસ્જિદ (અમદાવાદ) વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત વિરપુર(જિ. ખેડા)ના દરિયાઈ પીરની દરગાહ, તેમજ નડિયાદ, ઉમરેઠ, શામળાજી વગેરે સ્થળોની દરગાહ ગુજરાતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પયગંબરનાં પગલાં : આ પગલાંની પધરામણ મુઘલ બાદશાહ અકબરના સમયમાં મીર અબુતુરાબે કરી હતી. મિરાતે અહમદીમાં જણાવ્યા પ્રમાણે અબુતુરાબ મકકેથી કદમ, મુબારકની નિશાનીવાળે એક પથ્થર લાવ્યા હતા અને બાદશાહ અકબરના. કહેવાથી એમણે આશાવલ(હાલનું અસારવા)માં પોતાના મકાન આગળ એ. પવિત્ર પગલાંને પધરાવ્યાં હતાં. હાલમાં આ મકાનની કઈ નિશાની જણાતી નથી. સંભવ છે કે એ મીર અબુતુરાબના રાજા પાસે હશે. મરાઠાઓના આક્રમણને, લીધે આ પગલાંને શહેરમાં લાવી તેના પર દરગાહ બંધાવવામાં આવી હતી મક્કાનું પ્રવેશદ્વાર સૂરતઃ મુઘલકાલ દરમ્યાન સૂરત એ મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું. બાદશાહ જહાંગીરના. સમયમાં સૂરત બંદરની જાહોજલાલી પણ ખૂબ વધી હતી. મક્કા-મદીના હજ કરવા જતા યાત્રાળુઓ આ બંદરેથી જહાજમાં રવાના થતા. હજ કરવા જવાના સમયે અહીં હાજી ફકીર અને મુસ્લિમ સંતો અને ધર્મપ્રેમીઓને મોટો મેળો. જામતો. આ સમયે યાત્રાળુઓને ઊતરવા માટે બંદરની આવકમાંથી એક હકીકત ખાન નામના સરદારે મોટી ધર્મશાળા બંધાવી હતી. આજે તે જગા સૂરતમાં મુઘલસરાહના નામે ઓળખાય છે. આ મકાન માટે જે આરસની તકતી કોતરવામાં આવી હતી તે હાલમાં મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સચવાયેલ છે. તેમાં જણાવ્યું છે કે અહીં ઉતરનારા પવિત્ર પુરુષે, ગરીબ, મક્કા-મદીનાના યાત્રીઓ પાસેથી કંઈ પણ લેવામાં આવશે નહિ. મક્કાનું પ્રવેશદ્વાર ગણુના આ સ્થળને હાજીએ બાલ બાબ) ઉલ–મક્કા, કહેતા. અહીં નાનપુરા વિસ્તારમાં મક્કાઈ પુલ પાસે વિશાળ દરવાજો હતો. આ દરવાજામાંથી હાજીઓ નાવડી માતે બંદર ઉપર જતા. હાલમાં મક્કાના પ્રવેશ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy