SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામ ધર્મ ૧૫૩ સૂચન કર્યું હતું. અહમદશાહે જેણે એક પણ નમાઝ ન પાડી હોય તેવા પાંચ અહમદે ભેગા કર્યા. તેમાં સૌ પ્રથમ શેખ અહમદખદુ ગંજબક્ષ હતા. ઘણું લોકે તેમના શિષ્ય બન્યા હતા. ઇ. સ. ૧૪૬૬માં તેમનું મૃત્યુ થયું. તેમની દરગાહ અમદાવાદ પાસેના સરખેજ ગામમાં આવેલી છે. અહીં અનેક શ્રદ્ધાળુ આજે પણ આવે છે. હજરતે કુતુબેઆલમ શાહ : ગુજરાતના મુસ્લિમ સંતોમાં વટવાના બુખારી સૈયદનું નામ ઘણું મશહૂર છે. સામાન્ય જનતામાં કુતુબેઆલમશાહનું નામ ઘણું જ જાણીતું છે. બહુ જ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવતાં તેમણે પોતાના કાકા પાસેથી શિક્ષણ મેળવ્યું. હિ. સં. ૮૦૨માં તેઓએ પાટણમાં વસવાટ કર્યો. ત્યારબાદ તેઓ આશાવલ આવ્યા. અહમદશાહને અમદાવાદ વસાવવા માટે આ સંતના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ વખતે તેમણે કહ્યું હતું કે અહમદાબાદ પરમેશ્વરની કૃપાથી હમેશાં આબાદ રહેશે. આ સંત વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે. એક વખતે કુતુબે આલમશાહ રાતના નમાઝ પઢવા માટે ઊઠતાં અંધારામાં તેમના પગમાં એક માટીનું ઢેકું અથડાયું. તેમના પગમાં લોહી નીકળ્યું. આ જોતાં તેઓ બોલી ઉઠયા કે યે ક્યા હૈ ? હા હય ! લકકડ હય યા પથ્થર હે ! સવારમાં જોયું તો માટીના ઢેફામાં લોખંડ, લાકડું ને પથ્થર એમ ત્રણેયને સમાવેશ થતો હતો. કુતુબે આલમ સાહેબે આ ઢેફાને દાટી દેવાને હુકમ કરતાં કહ્યું કે આ વાત જાહેર કરવી નહીં. અને જે આ ઢેફે બહાર કાઢશે તેને વંશ રહેશે નહિ. છેવટે એક સેવકે વંશ વિનાના રહેવાનું પસંદ કરીને આ ઢેકું બહાર કાઢયું હતું. અકબર આ માટીના ઢેફાને જોઇને ઘણું જ આશ્ચર્ય પામ્યો હતો. અને તેને કેટલેક ભાગ આગ્રા લઈ ગયો હતો. આજે આ ઢેફાને બાકીને ભાગ વટવામાં તેમને રોજામાં છે. તે ચમત્કારિક પથ્થર તરીકે ઓળખાય છે. સમય જતાં તેમનાં કુટુંબની બે શાખાઓ થઈ. કુતુબે આલમશાહની ગાદીના સૌયદે કુતુબી સૈયદ તરીકે ઓળખાય છે. ને તેમના પુત્ર શાહઆલમની ગાદીના અનુયાયીઓ શાહી સૈયદો તરીકે ઓળખાય છે. સૌયદ ઉસ્માન શમે બુરહાની : આ સંત વટવાના સૈયદ કુતુબે આલમ શાહના પ્રથમ શિષ્ય હતા. મિરાતે અહમદીમાં તેમને ગુજરાતના નાંધપાત્ર સંતોમાંના એક ગણ્યા છે. તેમના વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત છે. તેમના ગુરુના આદેશથી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પણ વસ્તીમાં રહી તેમને તે કમ ફાવ્યું નહિ. આથી તેઓ સર્વને ત્યાગ કરી
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy