SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક આ સમય અગાઉ ગુજરાતમાં આરબો અને પારસીઓ આવ્યા. ગુજરાતે તેમના ધર્મને પણ ઉદારતાથી અપનાવ્યું. તેમના દેવસ્થાનું રાજ્ય તરફથી રક્ષણ થતું હતું. દરેકને પોતાને અનુકૂળ ધર્મ પાળવાની છૂટ આપી હતી. દક્ષિણ ગુજરાતમાં ગંધાર બંદરમાં ૮મી સદીમાં મસ્જિદ બંધાઈ હતી. સદરે અરવલ મસ્જિદ ખંભાતમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં બાંધવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા આશાવલની આસપાસના ભાગમાં અગિયારમી સદીના આરંભમાં મુસલમાનની વસ્તી હતી, અને ત્યાં મજહબી ક્રિયાઓ કરવા માટે એમણે ઈ. સ. ૧૦૫૩માં એક મસિજદ બંધાવી હતી. મહામાત્ય વસ્તુપાલે મક્કાની મસિજદમાં મૂકવા માટે આરસનું તારણ દિહીના સુલતાનની માતા સાથે મોકલ્યું હતું અને ત્યાંની મજિદમાં દીપ અને ધૂપને પ્રબંધ કર્યો હતો. જેનવણિક જગડુશાહે કચ્છના ભદ્રેશ્વરમાં ખીમલી નામની એક મજિદ બંધાવી હતી. એક દંતકથા અનુસાર રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીઓ સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવનારા સૈયદ સિપાહીઓના વંશજો છે. આ સમયમાં ગુજરાતમાં લખાયેલા શિલ્પશાસ્ત્રના બે ગ્રંથે “જયપૃચ્છા અને વૃક્ષાર્ણવ”માં રહેમાન પ્રાસાદ એટલે મસ્જિદના બાંધકામને લગતી વિગતો આપી છે. મધ્યકાલમાં આવીએ છીએ ત્યારે ગુજરાતના સમાજજીવન પર ઇસ્લામની અસર વર્તાય છે. સોલંકી રાજવીઓ એ પોતાના રાજયમાં વસેલા મુસલમાનો પ્રત્યે જે ઉદાર વર્તન દાખવ્યું હતું, તેનું સો મા ભાગનું ઉદાર વર્તન પણ મુસ્લિમ રાજવીઓએ હિંદુઓ તરફ દાખવ્યું નહીં. મુસ્લિમ અમલ દરમિયાન ગુજરાતમાં ધર્મસહિષ્ણુતા મરી પરવારી. અનેક હિંદુ અને જૈન મંદિરને નાશ થયો. તેમ છતાં આ સમયે શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય વગેરે ટકી રહ્યા હતા. તેમણે પ્રજાની ધર્મભાવના ટકાવી રાખી હતી. આ સમયે મંદિરોનું બાંધકામ અટકી ગયું હોવા છતાં ઘણું લેકેએ તીર્થધામના જીર્ણોદ્ધારમાં નેધપાત્ર ફાળો આપ્યા હતા. આ સમયે દાદુભગતને પરબ્રહ્મ અથવા સહજ સંપ્રદાય, કબીરપંથ, સ્વામીનારાયણસંપ્રદાય, વલ્લભાચાર્યે પ્રવર્તાવેલ પુષ્ટિ સંપ્રદાય વગેરે સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. તેમણે ગુજરાતના ધાર્મિક જીવનમાં ઘણો પલટે આણ્યો. આજે પણ પુષ્ટિ સંપ્રદાયે અને સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતનાં અનેક નાનામેટાં ગામમાં પોતાની આગવી ધાર્મિક શૈલી વિકસાવી છે. આ સમયે ગુજરાતમાં જરથોસ્તી ધર્મને પ્રસાર થયા હતા. ઈરાનથી આવેલા પારસીઓએ દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર પોતાનાં ધાર્મિક કેન્દ્રો સ્થાપ્યાં.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy