SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ગુજરાતના ધર્મ સંપ્રદાય (૧) પીરાણું પંથઃ ઈમામશાહના નવા પંથને પીરાણા પંથ તરીકે ઓળખવામાં આવે છે. ઈમામશાહ ગુજરાતમાં આવીને અમદાવાદની ઉત્તરે આશરે નવ માઈલ ઉપર આવેલા ગીરમથા નામના ગામમાં સ્થાયી થયા હતા. આ ગામને આજે પીરાણા તરીકે ઓળખવામાં આવે છે. પીરાણું ગામમાં પાંચ રોજા છે. ઈમામશાહને, નુરશાહને, સુરાભાઈને, બાબા મુહમ્મદને અને બાકર અલીને. આ પાંચે રાજાના પીરને માનનારા જુદા જુદા લેકે છે. પણ એ બધાયે પીરાણુના મુખ્ય પીરને માન આપે છે. ઈમામ શાહને માનનારાઓમાં મોટો વર્ગ હિંદુઓને છે. ઈમામશાહ ઈ. સ. ૧૪૯૯માં ઈરાનથી આવેલા અને ગીરમથા ગામ પાસેના મોટા ટેકરા ઉપર રહેતા હતા. એમણે ઘણું ચમત્કાર કર્યા હતા એમ કહેવાય છે. એમના ચમત્કારથી ઘણા હિંદુઓ ખાસ કરીને પાટીદારે એમના સેવક બન્યા. કહેવાય છે કે એક સંઘ કાશીએ જતો હતે. તે ગીરમથા ગામ આગળ આવતાં, ઈમામશાહે કપડું ઢાંકી ત્યાં જ દરેકને કાશીનાં દર્શન કરાવ્યાં. આ ચમત્કારથી આ બધા ઈમામશાહના સેવકે બન્યા. તેમણે ઉપદેશ અને ચમત્કારથી ઘણા લેઉઆ અને કડવા પાટીદાર, કણબીઓને તથા શેખડાઓને આકર્ષ્યા હતા. ધર્માતર પછી તેઓ મોમને અને મતિયા કણબી તરીકે ઓળખાયા. સામાન્ય રીતે તેના અનુયાયીઓ હિંદુ રીતરિવાજ પાળે છે. દીપની પૂજા કરે છે. શબને હિંદુ રીત પ્રમાણે બાળે છે. પણ કેટલુંક બાળ્યા પછી થોડાંક હાડકાં દાટવા માટે રાખે છે. તેઓ ગુજરાતમાં ઈસ્લામની મહાન સંસ્કૃતિના સંસ્કારોવાળા મુસલમાને તરીકે ઓળખાવવાને બદલે ફક્ત પીરાણુવાળા તરીકે ઊતરતા દરજજાના હિંદુઓ અને ઊતરતી કક્ષાના મુસલમાનોની એક નજીવી કેમ તરીકે ઓળખાય છે. તેમના સંપ્રદાયના ક્રિયાકાંડ અને ઈમામે વિશેની માહિતી “સતધર્મની વેલ” નામના એક પુસ્તકમાંથી મળે છે. ઈમામશાહીઓ અલ્લાહને એક સર્વોત્કૃષ્ટ કિરતાર તરીકે અને મેહમ્મદ મુસાને તેના રસુલ અને પયગંબર તરીકે સ્વીકારે છે. તેઓ નમાઝને ખાસ મહત્ત્વ આપતા નથી. તેઓ હિંદુઓના અવતારના સિદ્ધાંતમાં માને છે. આ સંપ્રદાયના અનુયાયીઓ જગતની ઉત્પત્તિ વિશેની માન્યતાઓ અને તેના સિદ્ધાંતને સ્વીકારે
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy