SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ગુજરાતના ધમ સંપ્રદાય ભરૂચમાં દસમી સદીમાં બાબા રેહાન અને એના નાના ભાઈ તથા ચાળીસ દરવેશોની એક ટુકડી સાથે ઈસ્લામના પ્રચાર અર્થે આવેલ, એ સર્વ ત્યાં શહીદ થયા હતા. કહેવાય છે કે મિસરના અલમુસામિલર બિલ્લાહના ફરમાનથી અબ્દુલ્લાહ અને અહમદ નામના બે મિશનરીઓને ભારતમાં ઈસ્લામને પ્રચાર કરવા મોકવવામાં આવ્યા હતા. તેઓ ઈ. સ. ૧૦૬૭માં ખંભાત બંદરે ઉતર્યા હતા. ઈસ્લામને પ્રચાર કરવા જતાં તેમનું ઈ. સ. ૧૧૩૧માં એમનું અવસાન થયું. ખંભાતમાં એની દરગાહ ઉપર ઝિયારત કરવા ગુજરાતમાંથી અનેક શિયા. પંથી વહોરાઓ આજે પણ જાય છે. અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે ચૌલુક્ય રાજા કર્ણદેવ પહેલાના સમયમાં (ઈ. સ. ૧૦૧૬-૧૦૯૪) એક મહાત્મા ઇસ્લામના પ્રચારકના પ્રભાવથી પ્રેરાઈને મુસલમાન બની ગયા હતા. ધીરે ધીરે એમના શિષ્યોએ પણ ઈસ્લામનો સ્વીકાર કર્યો. આ શિષ્યોમાં કર્ણદેવના એક ભારમલ નામના પ્રધાનને સમાવેશ થતો હતો. આ વાતની જ્યારે કર્ણદેવને ખબર પડી ત્યારે તે પોતે તપાસ કરવા ખંભાત ગયા. જ્યારે તે પ્રધાનના મકાનમાં પ્રવેશ્યા ત્યારે તેણે જોયું તો પ્રધાન પિતે નમાઝ પઢતે હતો. એની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહેરાના કબ્રસ્તાનમાં આવેલી હોવાનું મનાય છે. આ ભારમલ પ્રધાન વિશેના કઈ ઉલેખે સેલંકીકાલીન અભિલેખો કે સાહિત્યમાં મળતા નથી. બીજી અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે “એક ઈસ્લામના પ્રચારકે એક ખેડૂતના સૂકાઈ ગયેલા કુવામાં દુવા કરી પાણી લાવી આપ્યું. આથી તે ખેડૂતે તથા તેની પત્નીએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. એમની કબરે ખંભાતમાં કાકા અકેલા અને “કાકા અકેલી' ની કબરોને નામે ઓળખાય છે.” ધીરે ધીરે સોલંકીકાલમાં મુસ્લિમોની વસ્તી વધારો અંદરના ગુજરાતના ભાગમાં થવા માંડયો. ઘણું મુસ્લિમ પ્રચારકે પાટણમાં આવી વસવા લાગ્યા. રાજા જયસિંહ સર્વધર્મ સમભાવની વૃત્તિવાળો હોઈ, પોતાના રાજ્યમાં કોઈપણ ધર્મના અનુયાયીને કનડગત ન થાય તેની ખાસ કાળજી રાખતો. ખંભાતના કેટલાક પારસી એ મુમલમાન પર હુમલો કરી તેમને નુકસાન પહોંચાડયું. આથી જયસિંહે તપાસ કરી પારસીઓને મસ્જિદ બાંધવા માટે ખર્ચ આપવા હુકમ કર્યો હતો. અગિયારમી સદીના અંતમાં અનેક મુસ્લિમ સંતે ગુજરાતમાં ઊતરી આવ્યા હતા.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy