SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ ધર્મ હજરત મહંમદ પયગંબર સાહેબે પ્રવર્તાવેલો ધર્મ, તે ઈસ્લામ ધર્મ કહેવાય છે. ઈસ્લામના અનુયાયીઓ મુસલમાન તરીકે ઓળખાય છે. ઈસ્લામનું મુખ્ય. ચેય માનવીને શાંતિ આપવાનું છે. ઈસ્લામને સામાન્ય અર્થ, ઈશ્વરને શરણે જવું એવો થાય છે. ઈસ્લામ શબ્દને ઉદ્ભવ “સલમ”માંથી થયો છે. તેને. અર્થ ગરદન ઝુકાવવી, માથું નમાવવું, એવો થાય છે. શાંતિ એ ઈસ્લામને મૂળ મંત્ર છે. ઈસ્લામને ઉદ્ભવ એશિયા ખંડના અરબસ્તાન પ્રદેશમાં થયો હતો. તેના. મુખ્ય પ્રવર્તક હજરત મહંમદ પયગંબર સાહેબને જન્મ ઈ. સ. ૧૭૦માં અરબસ્તાનના પ્રસિદ્ધ શહેર મક્કામાં થયો હતો. બાળપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવતાં દાદાના આશ્રયે રહેવું પડયું. દાદાનું મૃત્યુ થતાં કાકા અબુતાલિબની દેખભાળ હેઠળ રહેવા લાગ્યા. કૌટુંબિક આપત્તિઓને લીધે મહંમદને કોઈપણ પ્રકારની કેળવણી મળી ન હતી. બાળપણ ઘેટાંબકરાં ચરાવવામાં વિતાવ્યું. આ સમય દરમ્યાન તેઓ ઘણા સમય ચિંતનમાં ગાળતા. બાર વર્ષની વયે કાકા સાથે વેપારમાં જોડાયા. લગભગ પચીસ વર્ષ તેમણે વેપારમાં ગાળ્યાં. આ સમય દરમ્યાન તેમણે વિવિધ દેશોને પ્રવાસ કર્યો. તેઓ એક પ્રમાણિક વેપારી તરીકે પંકાયા. તેમણે ખદીજા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યું. આ લગ્નથી. તેમની કીર્તિ વધી. તેઓ એક વ્યવહારુ અને પ્રમાણિક વેપારી તરીકે ઓળખાવા લાગ્યા. લગ્ન બાદ તેઓ પોતાને ઘણેખરે સમય ધાર્મિક ચિંતનમાં ગાળવા લાગ્યા. તેમણે લગભગ ૪૦ વર્ષની ઉંમરે ધર્મોપદેશ આપવાનું શરૂ કર્યું. “ઈશ્વર એક જ છે અને એ પૂજ્ય છે” એ સિદ્ધાંતને પ્રચાર કર્યો. મક્કાના મૂર્તિપૂજકે તેમના આ ઉપદેશથી છે છેડાયા. જેમ જેમ તેમના અનુયાયીઓ. વધતા ગયા તેમ તેમ તેમને મારી નાખવાના પ્રયત્ન વધારે થવા લાગ્યા. આથી ઈ. સ. ૬૨૨માં મહંમદ સાહેબ મક્કા છેડી મદીના ગયા. આ દિવસથી હિજરી સંવત શરૂ થયો. મદીનાના લોકેએ મહંમદ સાહેબનું પ્રેમથી સ્વાગત કરી,
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy