SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક વગેરે બંધાવવાં તેમજ અન્નક્ષેત્ર, તીર્થક્ષેત્ર વગેરે સ્થાપવાં-ઇત્યાદિ કાર્યોને પૂત ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક ઇતિહાસને લગતાં અનેક સાધન પરથી જણાય છે કે ગુજરાતના સમાજજીવનમાં પૂર્વ ધર્મો અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાતના અનેક રાજવીઓ તથા ધનિકોએ વાવકૂવા, તળાવ વગેરે બંધાવ્યાના ઉલેખ અભિલેખો અને સાહિત્યમાંથી મળે છે. ગુજરાતમાં વાવ, કૂવા, તળાવ વગેરે ઉપરાંત દાણ માટે ચબૂતરા કે પરબડીઓ અને પશુઓના રક્ષણ માટે પાંજરાપોળો બંધાવવી, એ ગુજરાતને લેકજીવનનું અગત્યનું પાસું છે. અહીં જૈન ધમની અસર સમાજ ઉપર વ્યાપક પ્રમાણમાં પડી હોવાથી, લોકોના રોજબરોજના જીવનમાં પણ જીવદયાની ભાવના વણાઈ ગઈ છે. વસૂકી ગયેલાં અને બીમાર ઢોર માટે ગુજરાતમાં અનેક સ્થળોએ પાંજરાપોળની સંસ્થાઓ સ્થપાઈ છે. ઢોરોને સ્વચ્છ પાણી મળે એ માટે ગુજરાતમાં ગામેગામ હવાડા જોવા મળે છે. મૈત્રકકાલમાં શીલાદિત્ય ધર્માદિત્યે પોતાના રાજ્યમાં પશુઓ માટે ગાળીને પાણી આપવાની સગવડ આપી હતી. સોલંકી રાજવી કુમારપાળે પિતાના રાજ્યમાં ‘અમારી શેષણું કરી પશુઓને વધ કરવાની મનાઈ ફરમાવી હતી. આમ, ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી પૂર્ત ધર્મને મહિમાં ચાલ્યો આવે છે. આજે પણ ઘણું ધનિકે તીર્થસ્થળોમાં ધર્મશાળાઓ બંધાવે છે. નદી પર ઘાટ બનાવે છે. સ્મશાનગૃહોની સગવડતાઓ કરે છે. (IT) ધર્મોને અતિહાસિક વિકાસકમ : | ગુજરાતના અતિહાસિક યુગમાં આવીએ છીએ ત્યારે ગિરિનગરના અશોકના લેખ પરથી જણાય છે કે ગુજરાતના ધર્મજીવનને વિકસાવવામાં અશકની ધર્મ. આજ્ઞાઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેણે પોતાની ધર્મલિપિમાં વ્યાપક ધર્મભાવનાની જ પ્રતિષ્ઠા કરી છે. ધર્મનું આચરણ માટે તેણે વ્યવહારુ અને ઉપયોગી સૂચનો કર્યા છે. જેમ કે “વિના કારણે પ્રાણીને વધ ન કરે. પ્રાણીઓને ઈજા ન પહોંચાડવી, માતાપિતા, વડીલે અને વૃદ્ધોની સેવા કરવી. સગાં સ્નેહીઓ તરફ ઉદારતા રાખવી, નોકરચાકર અને ગુલામો પ્રત્યે સદ્ભાવ રાખવો.” પ્રિયદર્શી અશે કે આ પ્રકારનું ધર્માચરણ કેવળ મનુષ્ય માટે જ નહિ પણ પશુઓ માટે પણ દાખવ્યું હતું. તેણે પોતાના રાજ્યમાં પશુઓ અને માનવીએ માટે રુગ્ણાલયો સ્થાપ્યાં હતાં. પોતાનાં રાજ્યમાં ન મળતી ઔષધિઓ અને વનસ્પતિઓ બહારથી મંગાવવાની વ્યવસ્થા કરી હતી. પશુઓ અને મુસાફરે માટે રસ્તાની બન્ને બાજુએ વૃક્ષા રોપાવ્યાં હતાં. વાવ, કૂવા, તળાવ વગેરે ઠેર ઠેર બંધાવ્યાં હતાં. આમ, અશોકે ગુજરાતની ધર્મભાવના વિકસાવવામાં મહત્ત્વને
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy