SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મ ૧૨૫. મૌર્યકાલમાં અશોકે બૌદ્ધધર્મમાંથી પ્રેરણું મેળવી. તેણે પ્રજાના કલ્યાણ માટે કેટલાક શિલાલેખો કોતરાવ્યા. તેની એક નકલ ગિરનારની તળેટી પાસે આવેલી એક શિલા ઉપર નજરે પડે છે. ક્ષેત્રપાલમાં બૌદ્ધધર્મ ગુજરાતના મોટા ભાગમાં વિસ્તર્યો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ખંભાલિડા, બેરિયા, તળાજા વગેરે અનેક સ્થળોએથી બૌદ્ધ વિહાર અને ગુફાઓ મળી આવેલ છે. સાબરકાંઠા જિલ્લાના શામળાજી પાસેના દેવની મોરી. નામના સ્થળેથી ક્ષત્રપકાલીન વિશાળ ઈટરી સ્તૂપ અને વિહાર મળી આવ્યાં. હતાં. જૂનાગઢ પાસે ઇંટવાના ખોદકામમાં “રુદ્રસેન વિહાર” મળી આવ્યો છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુકચ્છ અને સે પારક(સોપારા મુંબઈ પાસે)ને. વારંવાર ઉલ્લેખ આવે છે. આ જોતાં આ સ્થળે બૌદ્ધધર્મનાં કેન્દ્રો હોય તેમ જણાય છે. ગુજરાતમાં બૌદ્ધધર્મની નોંધ લેતાં ચીની યાત્રી યુઆન શુઆંગ જણાવે છે કે, “ભરૂચમાં બૌદ્ધ સંધારામો છે, જેમાં ત્રણ હજાર મહાયાનના અનુયાયીઓ અભ્યાસ કરે છે. તે બધા સ્થવિર સંપ્રદાયના છે. તેવી જ રીતે કચ્છમાં પણ દસ વિહાર હોવાનું જણુવ્યું છે. ત્યાં એક હજાર બૌદ્ધ સંતે અભ્યાસ કરતા હતા. આનંદપુર(હાલનું વડનગર)માં દસ સંધારામો હતા. સૌરાષ્ટ્રમાં પચાસ વિહાર હતા. વલભીમાં બૌદ્ધધર્મ વધારે પ્રચલિત હતા. અગાઉ અહીં બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિએ વલભી પાસેના વિહારમાં રહી પોતાના પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી હતી. છઠ્ઠી સદીમાં ગુજરાતના વતની ધર્મગુપ્ત કને જ જઈ બૌદ્ધધર્મનું શિક્ષણ લઈ મધ્ય એશિયા થઈ. ચીનમાં જઈ અનેક બૌદ્ધ ગ્રંથને ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. મૈત્રકોના તામ્રપત્રોમાં બૌદ્ધ વિહારોને દાન આપ્યાના ઉલ્લેખ છે. વલભીમાં દદ્દાવિહાર, બુદ્ધદાસવિહાર, બપપાદીયવિહાર, કક્કવિહાર, ગેહકવિહાર, વિમલગુપ્તવિહાર, ભટાર્કવિહાર, યશશરવિહાર, અતિવિહાર, શિલાદિત્ય વિહાર વગેરે બંધાયા હતા. તેનાં બે મંડલ હતાં. ભિક્ષુવિહારનું દદાવિહાર મંડલ અને ભિક્ષુણી વિંહારનું ચક્ષશર વિહાર મંડલઆ સર્વ વિહારોને મૈત્રક રાજવીઓ તરફથી અવારનવાર દાન મળતાં વલભી એ બૌદ્ધવિદ્યાનું કેન્દ્ર હતું. વલભીમાંથી કેટલીક બૌદ્ધ પ્રતિમાઓ મળી આવી છે. ટૂંકમાં મૈત્રકકાલ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં વિસ્તર્યો હતો. અનુમૈત્રકકાળ દરમ્યાન ગુજરાતમાંથી બૌદ્ધધર્મ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યો. ભારતના અન્ય પ્રદેશની જેમ અહીં પણ જૈન ધર્મને રાજ્યાશ્રય મળતાં બૌદ્ધધર્મને મરણતોલ ફટકો પડ્યો તેમાં વધી પડેલાં તાંત્રિક તવે તેના વિહાર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy