SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મ પ્રાસ્તાવિક શ્રમણ સંપ્રદાયમાં જૈનધર્મની જેમ બૌદ્ધધર્મ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમય જતાં એ ભારતમાંથી લુપ્ત થયો, પણ આસપાસના અનેક દેશમાં પ્રસર્યો. બૌદ્ધધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધને જન્મ હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુમાં થયા હતા. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમનું જન્મ નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ ગોત્રના હોવાથી તેઓ ગૌતમ તરીકે, ઓળખાતા. અને ક્ષત્રિની શાકય શાખાના હોવાથી તેઓ શાકયસિંહ તરીકે. ઓળખાતા. બાળપણમાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કરી તેમણે યશોધરા નામની કન્યા સાથે લગ્ન કર્યું હતું. તેનાથી તેમને રાહુલ નામે પુત્ર થયે હતો. વૈરાગ્યની ભાવના તીવ્ર બનતાં તેમણે લગ્ન પછી ગૃહત્યાગ કર્યો. વનમાં ગયા પાસે જઈ કઠોર તપ કર્યું. અનેક વર્ષોની તપશ્ચર્યા બાદ સત્ય દર્શન પામતાં તેમણે જગતના કલ્યાણ માટેનું કાર્ય આરંભ્ય. સ્વઆનંદને સર્વાનંદમાં ફેરવી નાખવા કટિબદ્ધ થયા. વારાણસી પાસેના સારનાથમાંથી તેમણે ધર્મચક્ર પ્રવર્તાવ્યું, તેમણે સરળ ભાષામાં લેકમાં ઉપદેશ આપવાની શરૂઆત કરતાં ધીરે ધીરે તેમના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી. તેમની વિચારસરણું ભારતમાં બૌદ્ધધર્મ તરીકે પ્રચલિત થઈ. ગૌતમ બુદ્ધના ઉપદેશને મુખ્ય સા"એ છે કે જગત દુઃખમય છે. દુઃખનું મૂળ કારણ તૃષ્ણ છે. તૃષ્ણાને નાશ થતાં દુઃખ દૂર થાય છે. તૃણાનો નાશ કરવા માટે મનુષ્ય આર્ય અષ્ટાંગ માર્ગ અપનાવવો જોઈએ. તેમનો ઉપદેશ ચાર આર્યસ અને આર્ય અષ્ટાંગ માર્ગ તરીકે ઓળખાય છે. અષ્ટાંગ માર્ગમાં સમ્યફ દષ્ટિ, સંક૯૫, વાણી, કર્મ, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. અહીં આત્મા અને પરમાત્માની ચર્ચા ન કરતાં જીવનમાંથી સર્વ દુઃખો દૂર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy