SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ જેનધર્મ બાદશાહે આપ્યો હતો. બાદશાહ ઔરંગઝેબે શાંતિદાસને પાલીતાણાની ઈનામી જાગીરની સનદ તાજી કરી આપીને તે વંશપરંપરાગતની કરી આપી હતી. શાંતિદાસે અમદાવાદમાં ઝવેરીવાડ નામને લત્તો વસાવ્યો હતો. તેમનું ઈ. સ. ૧૭૧૫ માં મૃત્યુ થયું. શ્રીમદ્ રાજચંદ્રઃ શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા ગામે સં. ૧૯૨૪ (ઈ. સ. ૧૮૬૭)માં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું દેવબાઈ હતું. બાળપણથી જ વૈરાગ્યવૃત્તિવાળા હોવાથી સંસારમાં રહ્યાં છતાં તેમણે માત્માના વિકાસ અર્થે કામ કર્યા કર્યું. નાની વયે જૈન દર્શનને ઊંડે અભ્યાસ કરી ધર્મોપદેશનું કાર્ય કરવા લાગ્યા. આ માટે તેમણે કેટલાક ઉત્તમ ગ્રંથ રચ્યા. મહાત્મા ગાંધીજી પણ તેમના ધર્મ વિષેના જ્ઞાનથી ઘણું પ્રભાવિત થયા હતા. તેમણે ચરોતરના નડિયાદ, ખંભાત અને તેની આસપાસના પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આજે પણ અહીં તેમને અનેક અનુયાયી છે. તેમના આશ્રમે અને મંદિરે આણંદ, કરમસદ, રાસ, ખંભાત (વડવા) સીમરડા, કવિઠા, ભાદરણ, નાર, સુણાવ, વસો, ઈડર, (સાબરકાંઠા જિલ્લો) વગેરે સ્થળે આવેલાં છે. શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ જૈન સમાજના અગ્રગમ્ય કાર્યકર હતા. તેમણે પોતાના પિતાની માફક જૈન સમાજના અનેક અટપટા પ્રશ્નોમાં સમાજને દોરવણી આપી હતી. તેમણે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢીને ઉત્તમ વહીવટ કરીને અનેક જૈન તીર્થો અને મંદિરની સાચવણી કરી છે. તેમના અધિકારોનું રક્ષણ કર્યું છે. તેમણે પાલિતાણુના ઠાકોરના અત્યાચાર સામે શત્રુ જ્યની યાત્રાને બહિષ્કાર કરવાને આદેશ આપી રાજાની શાન ઠેકાણે આણી હતી. તેમણે તારંગા, ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારતીય સંસ્કૃતિના સંશોધન માટે લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપ્યું. આ સંસ્થાને મુનિશ્રી પુણ્યવિજયજીએ ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭૦૦૦ જેટલાં પુસ્તકેની ભેટ આપી સમૃદ્ધ બનાવી છે. જૈનધર્મના તહેવાર આ ધર્મમાં જ્ઞાનપંચમી, કારતકી પૂર્ણિમા, મૌન એકાદશી, પર્યુષણ વગેરે તહેવારો ઊજવાય છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy