SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૧૯ મંદિર બંધાવ્યાં હતાં. અનેક ઠેકાણે જૈનમંદિરને જીદ્ધાર કરાવ્યો હતે. વસ્તુપાલે બંધાવેલ મદિરેમાં ગિરનાર ઉપરનું મહાતીર્થીવતારનું મંદિર (વસ્તુપાલ વિહાર) નોંધપાત્ર છે. તેજપાલઃ વાઘેલા રાજવી વીસલદેવના મહામાત્ય તેજપાલે પોતાના ભાઈ વસ્તુપાલની માફક આબુ, ગિરનાર, ધોળકા, નવસારિકા, સૂરત, ભરૂચ, વડોદરા, ડભોઈ શત્રુજય, કર્ણાવતી, પાવાગઢ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જૈન મંદિર બંધાવ્યાં તેમજ વિવિધ સ્થળોએ અનેક જૈન મંદિરે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેની ધર્મભાવનાની પ્રેરણાદાતા તેની પત્ની અનુપમાદેવી હતી. તેની પ્રેરણાથી તેણે પોતાના પુત્ર લુણસિંહના સ્મરણાર્થે આબુ ઉપર લુણવસહિ નામનું ઉત્તમ જૈન મંદિર બંધાવ્યું. જગડુશાહ : કચ્છના દાનવીર જગડુશાહ વિશે “જગડુચરિત” નામનો ગ્રંથ રચાય છે. કચ્છમાં જૈનધર્મને વિકસાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે વિક્રમની તેરમી સદીમાં ઉત્તરાર્ધમાં થયા. કચ્છના ભદેશ્વર તીર્થ સાથે તેમનું નામ સુવર્ણક્ષરે જોડાયેલું છે. અહીં જગડુશાહે મહાવીર સ્વામીનું એક ઉત્તમ જૈન મંદિર બંધાવ્યું. હાલમાં આ મંદિર કચ્છનું અગ્રગણ્ય જૈન મંદિર ગણાય છે. તેણે પાટણના વાઘેલા રાજવી વીસલદેવના આમંત્રણને માન આપી પાટણ આવી, પિતાના સંગ્રહમાંથી દુકાળને વખતે છૂટે હાથે ગરીબોને અનાજ આપ્યું હતું. હીરવિજય સૂરિઃ બાદશાહ અકબરના દરબારમાં જૈનધર્મના સિદ્ધાંતો સમજાવી મહત્વનું સ્થાન મેળવનાર હીરવિજયરિ સૌ પ્રથમ હતા. તેમનો જન્મ સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૫ર૭) માં પાલણપુરમાં કંરા નામના સવાલને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ નાથીબાઈ હતું. સં. ૧૬ર૧માં તેઓ તપાગચ્છના નાયક થયા. તેઓ ખંભાતમાં આવ્યા ત્યારે તેમના હાથે સંઘવી ઉદયકરણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. આ પછી હીરવિજયસૂરિની પ્રતિભાની જાણ થતાં બાદશાહ અકબરે તેમને દિલ્હી મળવા બેલાવ્યા. અકબરનું આમંત્રણ સ્વીકારીને પગે ચાલતા ચાલતા હીરવિજયસૂરિ દિલ્હી પહોંચ્યા. ત્યાં બાદશાહના દરબારમાં ધર્મવિષયની વિવિધ ચર્ચા થઈ. આ ચર્ચાથી
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy