SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ૧૧૫ આબુનું પિત્તલહરનું મંદિર : આ મંદિર વિ. સં. ૧૩૭૩ થી ૧૪૮૯ (ઈ. સ. ૧૩૧૬ થી ૧૪૩૩)ના ગાળામાં બંધાવ્યું હોય તેમ લાગે છે. આ મંદિર ભીમાશાહે બંધાવ્યું હતું. તેમાં મુખ્ય પ્રતિમા આદિનાથની છે. અહીં વિ. સં. ૧૫૩૫ (ઈ.સ. ૧૪૭૯)માં સુંદર અને ગદા નામને મંત્રીઓએ ૧૦૮ મણ પિત્તળની પ્રતિમા પધરાવી હતી. રંગમંડપ અને પ્રદક્ષિણા માર્ગનું બાંધકામ અપૂર્ણ છે. પાવાગઢનાં જૈન મંદિર પાવાગઢનાં જૈનમંદિર ત્રણ સમૂહમાં વહેંચાયેલ છે: (૧) બાવન ડેરી મંદિર, (૨) કાલિકામાતાની ટ્રક ઉપર આવેલાં ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથનાં મંદિરે, (૩) પાર્શ્વનાથનું મંદિર. આ સર્વ મંદિરે ચૌદમી-પંદરમીના અરસામાં બંધાવેલાં હોય તેમ લાગે છે. બાવનદેરી સમૂહમાં હાલ ત્રણ મંદિર આવેલ છે. તેની ઉત્તર બાજુનું મંદિર મુખ્ય મંદિર છે. ખંભાતનું ચિત્તામણિનું પ્રાર્થનાથનું મંદિર આ મંદિર શ્રીમાળીકુલને પરીખ વજિયા અને રાજિયા નામના બે ભાઈ. ઓએ સં. ૧૬૪૪ (ઈ. સ. ૧૫૮૮)માં બંધાવી તેમાં પાર્શ્વનાથની અને મહાવીરની પ્રતિમાઓની સ્થાપના કરી. એમાં પાર્શ્વનાથ પ્રતિમા ચિંતામણિના નામે ઓળખાય છે. આ મંદિરને બાર સ્તંભ, છ દ્વાર અને સાત દેવકુલિકાઓ હતી. આગળ દ્વારપાલની બે ઊભી પ્રતિમાઓ હતી. મંદિરના ભેયર આગળ ગણેશની પ્રતિમા નજરે પડે છે. ભોંયરામાં કેટલીક દેવકુલિકાઓ છે, તેમાં મુખ્ય પ્રતિમાઓ આદિનાથ, મહાવીર અને શાંતિનાથ તીર્થકરની જોવા મળે છે. કાવીનાં જૈનમદિરઃ કાવીમાં વડનગરના બાંડુઆ નામના જૈન વણિકે ઋષભદેવ પ્રાસાદ નામે એક જૈન મંદિર બંધાવ્યું હતું. અહીંના લકે તેને સાસુના દેરાસર તરીકે ઓળખે છે. તેમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણ માર્ગ, અંતરાલ, સભામંડપ, વગેરેને સમાવેશ થાય છે. ગર્ભગૃહની ઉપર શિખર આવેલું છે. અહીંની મુખ્ય પ્રતિમા આદિનાથની છે. એની આસપાસ બાવન દેવકુલિકાઓ છે. મંદિરની બહાર આદિનાથનાં પગલાંની સ્થાપના કરેલ છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy