SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ વૃદ્ધિ અર્થ, અજિતનાથ આદિ વીસ તીર્થકરોની પ્રતિમાઓ સહિત મહાતીર્થ. વતારને પ્રાસાદ કરાવ્યું. હાલમાં નેમિનાથ મંદિરમાં વસ્તુપાલે કરાવેલ મંડપ કે મૂર્તિઓ જોવા મળતી નથી. પરંતુ વસ્તુપાલ વિહારના બે પ્રાસાદ મેજુદ રહેલા છે. આ દેવાલય ખરી રીતે ત્રિગુણુ દેવાલયના પ્રકારનું છે. વચ્ચે બે ઘૂમટવાળે લંબચોરસ મંડપ છે. એની પાછળ ગર્ભગૃહ છે. મંડપની બે બાજુએ એકેક મંડપ આવેલ છે. હાલમાં અહીં મૂલનાયક ઋષભદેવને બદલે પાર્શ્વનાથની પ્રતિમા જોવા મળે છે. આ પ્રતિમા સામંતસિંહ તથા સલખણસિંહે સં. ૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯ માં કરાવી હોવાનું જણાવેલ છે. આબુનું લુણિગવસહિઃ આબુપર્વત ઉપર દેલવાડામાં મહામાત્યના વસ્તુપાલના ભાઈ તેજપાલે પિતાના પુત્ર લૂણસિંહના પુણ્યાર્થે પત્ની અનુપમા દેવીની પ્રેરણાથી વિ. સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)માં નેમિનાથનું જે મંદિર બંધાવ્યું તે લૂણસહિ તરીકે ઓળખાય છે. આરસના આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, શંગારકી, નવચેકી, રંગમંડપ, વગેરે આવેલાં છે. મંદિરને ફરતી દેવકુલિકાની હાર આવેલી છે. મંડોવરની બહારની દીવાલો પર શિલ્પો કંડારેલ છે. ગર્ભગૃહ સમરસ ઘાટનું છે. તેમાં નેમિનાથની પ્રતિમા પધરાવેલ છે. અંતરાલની બને બાજુની દીવાલના ગવાક્ષમાં નેમિનાથના યક્ષ ગોમેધ અને યક્ષિણું તથા અંબિકાદેવાની મૂર્તિ આવેલી છે. એક ગવાક્ષમાં મૂળ નાયક સંભવનાથની પ્રતિમા અને બીજી શાંતિનાથની પ્રતિમા આવેલી છે. આ ગોખલાને હાલમાં લોકે દેરાણી-જેઠાણીના ગોખ તરીકે ઓળખે છે, પણ બને ગોખલા તેજપાલે પોતાની બીજી પત્નીના સ્મરણાર્થે કરાવ્યા હતા. અહીંની દેવકુલિકાએક તેજપાલે પોતાના કુટુંબીઓના શ્રેિયાર્થે કરાવી હતી. તેમાં જુદા જુદા ફૂલવેલના થરવારા વિવિધ શિલ્પો તેમજ મનોહર દયે કંડારેલ છે. એમાં શ્રીકૃષ્ણને જન્મ, એમની બાળલીલા, દ્વારિકા અને સમવસરણ, અરિષ્ટનેમિની વિવાહ યાત્રા વગેરે પ્રસંગોનું સુંદર રીતે આલેખન કરવામાં આવેલ છે. આ મંદિરમાં કુલ ૧૪૬ ઘુમ્મટ અને ૧૩૦ સ્તંભ છે. ઘુમ્મટમાં જૈન ગુ. ૮
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy