SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૧૧ મંદિરમાં જીણોદ્ધારને લીધે ફેરફાર થયા છે. મંદિરની નજીક અનેક નાની મોટી ધર્મશાળાઓ, ઉપાશ્રય અને પુસ્તકાલયો આવેલાં છે. અહીંનાં મંદિરે જગડુશાહનાં મંદિર તરીકે ઓળખાય છે. બારમી તેરમી સદીમાં ભદ્રેશ્વર એક નોંધપાત્ર જૈન તીર્થ મનાતું હતું. કુંભારિયાઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજીથી કેટેશ્વર જતાં રસ્તામાં કુંભારિયાનાં મંદિર આવેલ છે. સોલંકી રાજવી ભીમદેવ ૧ લાના વખતમાં તેના મંત્રી વિમલશાહે કેટલાંક જૈન મંદિર બંધાવ્યાં હતાં. આજે અહીં તેમાંનાં પાંચ મંદિરે હયાત છે. અહીંનાં મંદિરે આબુનાં જૈન મંદિરોથી કલાની દૃષ્ટિએ જરા પણ ઊતરતી કક્ષાનાં નથી. (જુઓ ચિ. નં. ૧૬) | ગુજરાતમાં ઉત્તમ કલાકૃતિવાળાં આવાં બીજાં અનેક જૈન મંદિર આવેલ છે. તેથી અનેક નગર યાત્રાધામ સમાન બન્યાં છે. ગુજરાતનાં કેટલાંક નામાંક્તિ જૈન મંદિરે ભીમદેવ પહેલાના દંડનાયક વિમલ મંત્રીએ આબુ દેલવાડામાં આદિનાથનું જૈન મંદિર બંધાવ્યું હતું. આ મંદિર વિમલવસહિ તરીકે પ્રખ્યાત છે. એમાં ગર્ભગૃહ, ગર્ભમંડ૫, રંગમંડપ, નવચોકી અને બાવન દેવકુલિકાઓ આવેલી છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બેઠેલા આદિનાથની સુંદર પ્રતિમા આવેલી છે. શિખર પ્રમાણમાં નીચું છે. નવ ચેકી તથા રંગમંડપના ભાગમાં સુંદર શિલ્પ કૃતિઓ નજરે પડે છે. રંગમંડપની છતમાં મેટા વચલા ઘૂમટમાં સેળ વિદ્યાદેવીઓની સુંદર પ્રતિમાઓ આવેલી છે. રંગમંડપના વચલા આક તંભેમાં પાસે પાસેના બબ્બે સ્તંભો વચ્ચે તારણ કતરેલાં છે. મંદિરમાં લગભગ ૧૨૧ આરસના સ્તંભ છે. મંદિરના પ્રદક્ષિણા પથમાં બાવન દેવકુલિકાઓ આવેલી છે. ભમતીની છતમાં ભરતબાહુબલીનું યુદ્ધ, નેમિનાથજીનાં પંચકલ્યાણક, નેમિનાથનું ચરિત, શ્રીકૃષ્ણનું કાલિય-નાગદમન, નૃસિંહ અવતાર વગેરે દક્ષે સુંદર રીતે કંડેરલાં છે. વિમલવસહિની સામે એક હસ્તિશાલા છે. તેમાં મોખરે અશ્વારૂઢ વિમલની પ્રતિમા મૂકેલી છે. તેની આસપાસ દસ હાથીઓ ઉપર પૃથ્વીપાલના પૂર્વજે, પૃથ્વીપાલ પોતે અને તેના વંશજોની પ્રતિમાઓ કતરેલી છે. એકંદરે મંદિર આરસની એક ઉત્તમ કલાકૃતિ છે. .. -----
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy