SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ૨ * ટૂંકમાં અહીંની હડપીય સંસ્કૃતિની પ્રજા ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક રિવાજે પાળતી હશે. તેમાંના કેટલાક રિવાજે પ્રજાની ઉચ્ચ પ્રકારની ધર્મભાવના પ્રગટ કરે છે. સિંધુખીણમાં વસતી હડપ્પીય સંસ્કૃતિની પ્રજા અને અહીં વસતી હડપ્પીય સંસ્કૃતિની પ્રજાની ધાર્મિક વિધિઓમાં ઘણી જ અસમાનતા જોવા મળે છે. પૌરાણિક અનુશ્રુતિઓ ઉપરથી જાણવા મળે છે કે શાયત, આનર્ત, યાદવો વગેરે પ્રજા સૌરાષ્ટ્રના સાગર કિનારે વસતી હશે. આ સમયે પ્રજામાં અમિપૂજા વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલી હશે. યોની ભાવના વિકસી હશે. ધીરે ધીરે પ્રકૃતિ પૂજામાંથી વિવિધ દેવ-દેવીઓની પૂજા પ્રચલિત થઈ. આગળ જતાં શૈવસંપ્રદાયને પ્રસાર વધે. વળી, અર્જુન અને કૃષ્ણ નરનારાયણને અવતાર મનાયા. ધીરે ધીરે કૃષ્ણ વિષ્ણુના એક અવતાર તરીકે પૂજાવા લાગ્યા. આગળ જતાં ભક્તિસંપ્રદાયને ઉદય થયો. યાદવો સુરા-પાનથી અંદર અંદર લડીને નાશ પામ્યા. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં યાદવ નામશેષ બન્યા. પુરાણોમાંથી દ્વારકા, તાપી, પ્રભાસક્ષેત્ર, ધર્મારણ્યક્ષેત્ર વગેરેના જે ઉલેખો મળે છે, તે ઉપરથી જણાય છે કે પ્રાચીનકાળમાં તીર્થોદ્ધારની ભાવના વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હશે. ઈતિહાસકાશમાં આવીએ છીએ ત્યારે ગુજરાતમાં આર્યોને હિંદુ ધર્મ દઢ થયેલો દેખાય છે. હિંદુ ધર્મમાં અહીં શિવ, વિષ્ણુ, વરાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણરાધા, શક્તિ, બ્રહ્મા, સૂર્ય, કાર્તિકેય વગેરે દેવદેવીઓની ઉપાસના પ્રચલિત થઈ. હિંદુ ધર્મમાં સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મુખ્ય દેવ ગણાયા. સમય જતાં બ્રહ્માની લોકપ્રિયતા ઘટીને ગણેશ, શિવ, વિષ્ણુ, શક્તિ અને સૂર્ય એ પાંચ દેવોને મહિમા વધે. આ પૈકી શિવ, વિષ્ણુ અને શક્તિના ઉપાસકેમાં આગળ જતાં વિવિધ સંપ્રદાય વિકસ્યા હતા. તેઓ પરમમાહેશ્રવર “પરમભાગવત” અને “પરમશાકત” કહેવાતા. એવી રીતે સૂર્ય ઉપાસકેનો પણ સંપ્રદાય હતા, તે સૌર સંપ્રદાય કહેવાય. તેના અનુયાયીઓ “પરમઆદિત્ય ભક્તો કહેવાતા. ગાણપ(ગણપતિ-ઉપાસક)ને પણ સંપ્રદાય હતા, પરંતુ તે ગુજરાતમાં સંપ્રદાય તરીકે પ્રચલિત થયો હોય તેમ લાગતું નથી. અલબત્ત હિંદુઓને મોટો વર્ગ તો કોઈ એક સંપ્રદાયના અનુયાયી થયા વિના શિવ, વિષ્ણુ, શકિત, સૂર્ય, ગણેશ, હનુમાન, ઇત્યાદિ સર્વ દેવદેવીઓને વંદે છે, પૂજે છે, આરાધે છે. વિષ્ણુના અવતારોને તથા દેવતાઓનાં વિવિધ સ્વરૂપને ઉપાસે છે. ઈતર દેવદેવીઓના અલગ સંપ્રદાયો વિકસ્યા નથી, પરંતુ આ દેવદેવીઓની ઉપાસના પ્રચલિત છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy