SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સ`પ્રદાય નાથ, (૨૦) મુનિસુવ્રતનાથ, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) મહાવીર. આ સવમાં ઋષભદેવ આદ્ય તીર્થંકર તરીકે ઓળખાય છે. તેઓ ઘણા પુરાતનકાલમાં થઈ ગયા હેાવાનું મનાય છે. એમ કહેવાય છે કે એમણે માનવીને સૌ પ્રથમ મકાન બાંધતાં, ખેતી કરતાં અને લખતાં, વાંચતાં શીખવ્યું. આમ, તેઓ માનવજાતિના પ્રથમ સુધારક મનાયા. તેએ વિષ્ણુના ૨૪ અવતાર માંના એક અવતાર મનાય છે. ખાકીનામાંથી ૨૨મા તીથંકર શ્રીકૃષ્ણના સમકાલીન નેમિનાથ અને ૨૩મા તીર્થં કર પાશ્વ નાથ તથા ૨૪મા તીર્થંકર મહાવીર અતિહાસિક વિભૂતિ મનાય છે. તેમના વિશેનાં કેટલાંક ચેાક્કસ અતિહાસિક પ્રમાણા મળે છે. ૨૨મા તીર્થંકર નેમિનાથ યાદવકુલમાં જન્મેલા હતા. તેએ કૃષ્ણના પિતરાઈ ભાઈ થતા હતા. પોતાના લગ્નના દિવસે થતી જીવહિં સા જોઈ સંસારના ત્યાગ કરી ઉજ્જયંત (ગિરનાર) ઉપર તપ કરવા ચાલ્યા ગયા. ત્યાં વલજ્ઞાન પામ્યા ૯૮ ત્રેવીસમા તીથ કર પાર્શ્વનાથ વારાણુસીના અશ્વસેન રાજ્યના પુત્ર હતા. તેમની માતાનું નામ વામાદેવી હતું. તેમણે લગભગ ૭૦ વર્ષનું આયુષ્ય ભાગવ્યું હતું. તેમણે પ્રજાને ચાર યામ (ત્રતા) સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ પ્રાપ્યાં. ચેાવીસમા તીથ કર મહાવીર સ્વામી પોતે પાર્શ્વનાથ પર પરાના હતા. તેએ ગૌતમ યુદ્ધના સમકાલીન મનાય છે. તેમના જન્મ ઈક્ષ્વાકુ કુળની ક્ષત્રિય જાતિમાં ઈ. સ. પૂ. ૫૯૯માં, પટના નગરની ઉત્તરે કુંડગ્રામમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનુ નામ ત્રિશલાદેવી હતું. તેમના જન્મથી માતાપિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિથી વધતાં, તેમનુ નામ વમાન પાડવામાં આવ્યું. વર્ધમાન બાળપણથી જ વૈરાગ્ય વૃત્તિના હતા. તેમણે માતાના પ્રેમને વશ થઈ લગ્ન કર્યું. તેમને યાધરા (યશેાદા) નામની પુત્રી હતી. માતાપિતાનું મૃત્યુ થતાં પાતાના ભાઈ નંદીવર્ધનને રાજ્ય સોંપી તેમણે ત્રીસમા વર્ષે સંસારના ત્યાગ કર્યો. લગભગ બાર વર્ષ સુધી કઢારતપ કરીને તેરમા વર્ષે કેવલ જ્ઞાનને પામ્યા. કુવલ જ્ઞાન પામ્યા પછી તેએ મહાવીર તરીકે ઓળખાવા લાગ્યા. લગભગ ત્રીસ વર્ષ સુધી જગતને ઉપદેશ આપી અહિંસાને મહિમા વધાર્યાં. તેમણે પેાતાના અનુયાયીઓને પાંચ યામ પ્રભેાધ્યાં. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચય .
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy