SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના મળે છે. તેઓ સવારમાં અન્ય દેવની સાથે ચંદન, ધૂપદીપ નૈવેધ વગેરેથી. શંખપૂજા કરે છે. શંખ એ વિષ્ણુનું પ્રતીક છે. તેનું ઉત્પત્તિસ્થાન સમુદ્ર છે. શંખપૂજા. વિષ્ણુપૂજા સાથે સંકળાયેલ છે. વિષ્ણુના હાથમાં શંખનું સ્થાન રહેલું છે. . જેની પાસે દક્ષિણાવતિ શંખ હોય છે તે અઢળક દેવતને સ્વામી બને છે તેવું મનાય છે. આ શંખ બહુ જવલ્લેજ મળે છે. (૧૦) નવગ્રહો : નવગ્રહમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ,ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુને. સમાવેશ થાય છે. નવગ્રહોની સંયુક્ત પ્રતિમાઓ ઘણું મંદિરના ગર્ભગૃહની દ્વાર શાખમાંથી મળે છે. મોડાસામાં જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ વણજારી વાવના નામે ઓળખાતી એક વાવમાં નવગ્રહને પટ્ટ કંડારેલ છે. વડનગરના શીતલા માતાના મંદિરમાંથી, પાટણના હરિહરેશ્વર મહાદેવમાંથી, આરાસુરમાં અંબાજી માતાના મંદિરમાં, વઢવાણની માધાવાવમાંથી વગેરે ઘણું સ્થળોએથી આવા નવગ્રહના ૫ટ્ટ મળી આવેલ છે. (૧૧) શાલિગ્રામ પૂજા : વિષ્ણુના પ્રતીક તરીકે શાલિગ્રામની પૂજા થાય છે. તેને આકાર ગોળ અને ચપટો છે. પંચાયતન દેવોમાં શાલિગ્રામનું સ્થાન મહત્વનું મનાય છે. બ્રાહ્મણોની દેવપૂજામાં શાલિગ્રામ અચૂક જોવા મળે છે. ગુજરાતનાં વૈષ્ણવ મંદિરો જેવાં કે શામળાજી, ડાકોર, દ્વારકા વગેરે સ્થળોએ વિષ્ણુની પ્રતિમા સાથે આ શાલિગ્રામની પૂજા થાય છે. તેને ભાવિકે વિષ્ણુના પ્રતીક તરીકે માને છે. રામાનુજ સંપ્ર-- દાયના સાધુઓ શાલિગ્રામની ઉપાસના કરે છે. (૧૨) રામપૂજા : રામમંદિરને પ્રચાર ગુજરાતમાં ગામેગામ જોવા મળે છે. એમાં સીતારામ, રામ-લક્ષ્મણજાનકી કે રામ પંચાયતનની પ્રતિમાઓ પૂજાય છે. રામપૂજાને. મહિમા નાનક, કબીર, તુલસીદાસ અને રામાનંદીઓના સર્વવ્યાપી પ્રચારથી હિંદુસમાજના છેક નીચલા થર સુધી ફેલાયો છે. રામસીતાની સેંકડે પ્રતિમાઓ, ગુજરાતમાંથી મળે છે. હાલમાં ગુજરાતમાં મુરારી બાપુની રામાયણ સપ્તાહ દ્વારા રામભક્તિનો મહિમા વધ્યો છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy