SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ અક્ષયતૃતીયા પર્વ માહાસ્ય અને અમૃતના અભિષેકથી થયેલી ઉજજવલતા દેખાય તે સ્વાભાવિક અમૃતરસના સિંચનથી મેરુની શ્યામતા જાય છે, જોકે સુવર્ણની ક્યામતા ટાળવા માટે વહિ કે ક્ષાર જેવા પદાર્થની જરૂર દુનિયામાં ગણાઈ છે, પણ સર્વ સાધારણ રીતે જગતમાં અમૃતરસ સર્વ રસમય અને સર્વ કાર્ય કરનાર ગણુ હોઈ, તે અમૃતના અભિષેકથી સુવર્ણમય મેરુની શ્યામતા નષ્ટ થાય એમ દેખાય અને સુવર્ણમય મેરુ રવાભાવિક સુવર્ણની જે શેભા પામે તેના કસ્તાં અમૃતના અભિષેકથી વિશેષ ભા પામતે દેખાય તેમાં આશ્ચર્ય નથી. સુપાત્રદાન ધર્મનું અસાધારણ કારણ છે. પ્રથમના બે સ્વપ્નમાંથી જેમ યુદ્ધવીર અને દાનધર્મની જાજવલ્ય માનતા વિનિત કરાઈ. તેવી જ રીતે અહીં ધર્મવીરપણું ધ્વનિત કરાયું છે, એમ માનવામાં અગ્ય થાય છે એમ કહી શકાય જ નહિ. સુવર્ણની સ્વાભાવિક કાંતિ માફક આત્માના સદર્શનાદિ ધર્મ સ્વાભાવિક ગણાય અને આવિર્ભાવ દશામાં વધારે શોભે અને તેને દેખાવ જ શ્રી શ્રેયાંસકુમારના સ્વપ્નમાં આવે અને આત્માના સ્વાભાવિક અને અવ્યા બાય સ્વરૂપને પ્રગટ કરનાર ધર્મના અસાધારણ કારણ તરીકે સુપાત્રદાન જ છે એમ સ્વપ્નદ્વારાએ કુદરત જ જણાવે છે. અક્ષય તૃતીયાનું આરાધન અક્ષય સુખ માટે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મેરુ, અભિષેકાદિ શ્રેયાંસકુમારદિને આવેલા સ્વાદિથી “આદિદેવને દેવાએલા આદિ દાનથી ઉત્તમોત્તમ ગવાએલા અક્ષયતૃતીયાના દિવસનો પારણાને અંગે લાભ લેવા વષી તપ કરનારા અને તેના સંબંધીઓ જ્યાં જ્યાં ભગવાન રાષભદેવજીનું કસિદ્ધાચલજી, શ્રીકેસરી આજી, શ્રી અધ્યાજી વગેરે સ્થાને તીર્થ છે, ત્યાં ત્યાં જાય છે ચત્ર વદ ચૌદસને દિવસે ઉપવાસ લેવાથી કેટલાક તપસ્વીઓને ચાર ઉપવાસ ચાલુ વષીતપમાં પણ કરવાના થાય છે અને તે અક્ષયતૃતીયાને દિવસે પારણામાં માત્ર શેરડીનો રસ અગર તેની દુર્લભતા હોય તે માત્ર સાકરના પાણીથી પારણું કરવામાં
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy