SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પર્વ મહિમા દર્શન થયેલું છે. આ તીર્થક્ષેત્ર એટલું પ્રભાવશાળી છે કે ત્યાં ઉપર ચઢતાં ચઢતાં પણ નવીન અપૂર્વ વિલાસ ક્ષણે ક્ષણે આત્મામાં ઉત્પન્ન કરે છે. ભગવંતની પ્રતિમા અગર ખુદ ભાવ અરિહંત કેવલી અવસ્થામાં રહેલા અરિહંત-તીર્થકર ભગવાન હેય તે કરતાં પણ આ ગિરિરાજ અત્યંત પ્રભાવશાળી છે. આ વાત તળેટીએ કરાતા ચિત્યવંદન વખતે પ્રત્યક્ષ. અનુભવાય છે. તળેટીએ કરાતાં ચૈત્યવંદનમાં ને સ્તવનમાં સિદ્ધાચળગિરિ વિમલાચલગિરિ-કંચનગિરિ– શાશ્વતગિરિ–ઉવલગિરિ– પુંડરિકગિરિ વગેરે ગિરિરાજનાં નામે બેલતી વખતે અને આનંદ આવે છે કમુદિ મહત્સવ જૈન જનતા તેમજ જૈનેતર પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લેકે પણ તે દિવસને ઘણા મોટા તહેવાર તરીકે માનતા હતા અને તેથી કાર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદિ મહોત્સવ કહેતા હતા. જેમ સામાન્ય લેકે રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન, તે કૌમુદિના દિવસે એક મહત્સવના દિન તરીકે માનતા હતા, તેમ તે લોકોને મહોત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના વખતથી જેમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસ મહાપર્વ તરીકે મનાતે આવેલ છે. સુષમાનરતં , મારે મન ! કથા विहर ध्वे न वर्षासु, युयमन्येऽपि साधवः ॥२०१ ॥ .. स्वामी बभाषे वर्षासु, नानाजीवाऽकुल मही जीवाऽभयप्रदास्तत्र, सञ्चरन्ति न साधवः ॥ २०२ ॥ | (કિ. ૨) પ્રથમ યાત્રાને દિવસ શાથી ? ' એ કાર્તિકી પૂર્ણિમા જેમ ચાતુર્માસિક પ્રતિક્રમણને અંગે પંચાચારની પવિત્રતા કરાવનારી છે. તેવી જ રીતે એ જ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્યજીના ભાવિભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલ ગિરિજીની યાત્રાને દિવસ હોઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ પવિત્ર દિવસ છે, આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે. સ્થાવકપણાના સામાન્ય ધર્મને ઉદ્દેશીને અષાઢ શુકલ. * વર્ષાબત ચમારનેuદળમાં યામાં કરવાનું હોય નહિ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy