SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન ચોવીસે કલાક એક જ વિચાર. . યુદ્ધને સેનાપતિ જ્યારથી સમરાંગણના સમાચાર સાંભળે છે, ત્યારથી તેની સ્થિતિ યુદ્ધમય બની જાય છે. ચાલુ યુદ્ધ પણ સેનાપતિ કાંઈ ઉપવાસ કરવા માંડતા નથી. તે ખાય છે, પીએ છે, સૂએ છે, ઓઢે છે, પહેરે છે, શરીર સંચાલનની સઘળી ક્રિયાઓ કરે છે, પરંતુ તે છતાં તેનું ધ્યાન તે હંમેશાં યુદ્ધમાં ને યુદ્ધમાં જ રહે છે. અન્યત્ર તેનું ચિત્ત જતું નથી. સમરાંગણ સેનાપતિથી; ચાહે તે પાંચ ગાઉ દૂર છે, તદ્દન નજીકમાં છે, અથવા પાંચ હજાર ગાઉ દૂર છે, પરંતુ દરેક સમયે સેનાપતિનું લક્ષમાત્ર તે યુદ્ધ તરફ જ રહે છે, તે જ પ્રમાણે આત્માની સ્થિતિ પણ હેવી જોઈએ. આત્માનું લક્ષ્ય, શ્રીજિનેશ્વર ભગવાન દ્વારા આત્માની રિદ્ધિ કેવળજ્ઞાન છે એ વાત જીવ જાણે ત્યારથી તેની વૃત્તિ સતત એ રિદ્ધિ મેળવવા તરફ જ રહેવી જોઈએ. ભલે એ માણસ ખાય, પીએ, સૂએ, ફરે, ઊઠે, બેસે, ધંધારોજગાર કરે કે ચાહે તે કાર્ય કરે, પરંતુ તેની વૃત્તિ આત્માની એ અપૂર્વ રિદ્ધિ તરફ તે હેવી જ જોઈએ, અને તેના મનમાં એવી ભાવના તે રહેવી જ જોઈએ કે હું કેવલજ્ઞાનને માલિક છું, અને તે જ્ઞાન મેળવવાને જ મારો પ્રયાસ હે જ જોઈએ. એ જ્ઞાન મેળવવું એ મારી પહેલી ફરજ છે. આત્માની રિદ્ધિ શ્રવણ કરી ચૂકેલી વ્યક્તિને હાથે જે કાંઈ ધર્મકિયા થાય તે સઘળામાં આત્માનો એ હેતુ તો હું જ જોઈએ કે હું કૈવલ્યજ્ઞાન મેળવવાનો અધિકારી છું. આવી ધારણું તેની દરેક ક્રિયાઓમાં અવશ્ય હેવી જ જોઈએ, અરે, તેવી ધારણા હોય તો જ તેણે તીર્થકર ભગવાનનું કથન આચાર્ય મહારાજાઓ દ્વારા સાંભળેલું પ્રમાણ છે. યુદ્ધને સેનાપતિ જ્યાં સુધી જીત નથી મળતી ત્યાં સુધી પોતાનું લક્ષ જેમ રણસંગ્રામમાં જ રેકી રાખે છે તે જ પ્રમાણે આત્માએ પણ કેવલ્યજ્ઞાન એ આત્માનું લક્ષ્ય છે એ જાણ્યા પછી, તેની જ્યાં સુધી પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી દરેક ક્રિયા વખતે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ્ય તે રાખે જ છૂટકે છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy