SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ જ્ઞાનપંચમી દેશના હોય, તે તે જીવ જ્યારે કૈવલ્યપદને પામીને મોક્ષને અધિકારી થઈ સિદ્ધપદે જાય છે, ત્યાં પણ એની સાથે જીવના સ્વભાવસિદ્ધ આઠ લક્ષણે રહેવાનાં છે. (જનતે વેરાન, જ્ઞાનાવરણ સંક્ષયાતા માનતં दर्शनं चैव दर्शनावरणक्षयात् ॥१२९॥ शुद्धसम्यक्त्वचारित्रे, क्षायिके मोहनिग्रहात् अनन्ते सुखवीर्य च वेद्य विघ्न क्षया क्रमात् ॥१३०॥ आयुषः क्षीणभावत्वात्, सिद्धानामक्षया स्थितिः। नामगोत्रक्षयादेवाમૂલ્તનતાત્રાના રૂITwo o go ૬૭). અને જીવનાં આઠ લક્ષણ છે તે પછી “અષ્ટગુણલક્ષણ છવ” કહેવા જોઈએ, પરંતુ આમ ન થતાં જીવનું લક્ષણ માત્ર જ્ઞાન જ માનવામાં આવ્યું છે, તે મેક્ષમાં માત્ર જ્ઞાન જ સાથે રહે છે ? અને બીજા સઘળાને નાશ થઈ જાય છે શું ? આઠ કર્મો કેમ કહ્યાં છે ? વળી કર્મને જ જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે શાસ્ત્રકાર મહારાજાઓએ જે આઠ કર્મો કહ્યાં છે તે પછી પ્રતિક્ષણે ઉપયોગી લાગતું એવું અંતરાય કર્મ પહેલું શા માટે કહ્યું નથી ? દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય ઈત્યાદિ ચીજો દરેક ક્ષણે પ્રવર્તનારી છે. વળી નામકર્મ પણ જન્મ પહેલાંથી જ છે. આત્મા આયુષ્ય લઈને આવે છે તે પણ આગલા ભાવથી લઈને જ આવે છે. જ્યાં એક ભવ પૂરે થાય છે કે ત્યાં જ બીજા ભવના આયુષ્યને આરંભ થાય છે, અને તે જ દષ્ટિએ જગતને સઘળે વ્યવહાર ચાલે છે, છતાં આવા કેઈ પણ ગુણને શાસ્ત્રકારોએ આત્માનું લક્ષણ કહી દીધું નથી. આયુષ્ય કે જેના ઉપર દેખીતી રીતે જીવને મુખ્ય આધાર છે, તેને આત્માનું લક્ષણ કહેવામાં આવ્યું નથી. આયુષ્યને જીવન લક્ષણની કોટીમાં નાંખ્યું નથી, અને માત્ર “ઉપગે લક્ષણે” એને અનુસરીને જ્ઞાનગુણને જ આત્માનું લક્ષણ માની લીધું છે એનું કારણ શું હોવું જોઈએ ? જ્ઞાનાવરણીય કર્મ પહેલું કેમ? ' ઉપરની સઘળી શંકાઓ શાંતપણે વિચારી જોઈએ છીએ ત્યારે તેના સ્થાનમાં શાસ્ત્રકારોને રહેલે આશય અને તેમની સર્વોત્કૃષ્ટ તિત્વદષ્ટિની સમજ પડે છે. શાસ્ત્રકારોએ જ્ઞાનવરણ કર્મને સૌથી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy