SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન એક રાજાએ રાજ્યમાંથી જગ્યા વેચવા કાઢી, જાહેરખબર દીધી કે નીચેની શરતે જગા લેવી હોય તે આવજે. અમે કહીએ તેવા પ્લાન પ્રમાણે મકાન બાંધવાં, જેટલા વર્ષના પટે લેવી હોય તેનું ભાડું પ્રથમથી ભરી દેવું. ઘરનું રીપેર, વધારે ઘરધણીએ કરવું. દરેક વર્ષે વધારો કરે જ જોઈએ. જે ખામી આવશે તેને રાજ દંડ કરશે, ને રકમમાંથી વસુલ કરશે, આગળથી ખબર નહીં આપવામાં આવશે. રકમ. પૂરી થશે ત્યારે બધું મેલી નાગા થઈ નીકળી જવું પડશે. કુટુંબ કબીલા વસાવ્યા હશે, તે બધું છોડી નાગા નીકળવું પડશે, આ શરતે. જગા ભાડે આપે તે કેટલા લેવા તૈયાર થાય? એવી રીતે કર્મરાજાએ મનુષ્યગતિમાં મૂક્યા, આ શરીર રૂપી. જગ્યા ભાડે આપી છે, આ શરીર રૂપી ઘર બાંધે, ક્ષણે ક્ષણે એની. માવજત કરે, વધારે કરો, રેગ શેક થાય તેમાં આયુષ્યરૂપ ભાડું પહેલાં વસુલ કર્યું છે. તેમાંથી દંડ પેટે પુણ્ય રૂપી રકમ વસુલ થાય તેની ખબર નહીં દેવાય, તેમ કરતાં આયુષ્ય પુરૂં થાય ત્યારે નેટીસ, વગર બહાર કાઢે. કુટુંબ ધન વગેરેમાં ચાહે તેટલે વધારો કર્યો, તે બધું મૂકી કૃષ્ણજી બલદેવને દ્વારિકામાંથી નીકળવું પડ્યું, તેમ સર્વ મૂકી દઈ બહાર નીકળી છેડી દેવાનું. આવી ભાડૂતી જગ્યા કેણ લે? તેમાં ઢેડવાડાની જગ્યા કરતાં ખરાબ જગ્યા. શરીર એટલે અશુચિકરણ યંત્ર, ખાવા ત્યારે પકવાન્ન, કરવી ત્યારે વિષ્ટા. મેવા મીઠાઈ કિંમતી ચીજ ખાય તે પણ વિષ્ટા થાય. નઠારી વસ્તુને સારી કરવાના યંત્રે હેય. આ શરીર સારી વસ્તુને નઠારી કરનાર યંત્ર છે. પણ અમૃત જેવી ચીજ, તેને પિસાબ, ચોખ્ખી હવાને ઝેરી કરી નાખે, પવિત્ર ચીજોની વિષ્ટા કરે, કસ્તુરી ચંદનને કચરો કરે. કેવી શરતે લીધું છે? તેમાં મ્યુનિસિપાલિટીની મેલાની ગાડીઓ જાય છે તેમાં ઉપર પતરૂં ચકચકતું ઢાંકણું ખુલે તે ભાગાભાગી થાય, શરીર ઉપર ચામડીનું ચકચકતું પતરું છે, આ ખુલી જાય તે મા કે બાપ પણ જોઈને ચકરી ખાય. ઓપરેશન કરતાં જોડે નથી રાખતા, કારણ ? ચકરી ખાય છે. અંદરનું છે કે બીજું કંઈ છે ?
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy