SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાત દાયકા ઉપર શ્રી ગુલાબચંદભાઈ ઝવેરીએ પિતાની વડીલોની સ્મૃતિમાં રૂપિયા એક લાખની જંગી રકમનું સહર્ષ દાન કર્યું. પરિણામે જૈનશાસનને, આગમ પ્રકાશન કરનાર સર્વ પ્રથમ “શેઠ દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ” નામની સંસ્થાની મૂલ્યવાન ભેટ મળી. આગમોને મુદ્રિત કરવાનું કાર્ય સામા, તોફાની ઘોડાપૂર પ્રવાહમાં તરવા જેવું હતું. આગમો છપાય જ નહિ, એવી ત્યારે દઢ અને કંઈક અંશે ઝનૂની માન્યતા હતી. પૂજ્યશ્રીએ એ વિરોધવંટોળ વચ્ચે પિતાનું જીવન કાર્ય (મિશન) શરૂ કર્યું. ગામોગામથી જ્યાંથી મળે ત્યાંથી શાસ્ત્રોની પ્રતિઓ મંગાવી. મળેલી પ્રતોને અન્ય મેળવી જોઈ શુદ્ધિઓ, પાઠભેદ વગેરે તપાસ્યા અને એકલા હાથે, એક પૈસાના ય ખર્ચ વિના પૂજ્યશ્રીએ અઢીસ પ્રતાનું હજારો લેક પ્રમાણે લખાણ પુનરુદ્ધાર માટે જાતે લખીને પ્રેસ કોપી તૈયાર કરી ! પ્ર પણ લગભગ જાતે જ વાંચતા. તેમના આ જ્ઞાનયજ્ઞનું સુપરિણામ એ આવ્યું કે માત્ર ભંડારોમાં જ જોવા મળતાં આગમ ગ્રંથે ઘરના પુસ્તકાલયમાં પ્રાપ્ત થવા લાગ્યા, મુદ્રિત આગમોનું જ તેમનું લક્ષ્ય ન હતું. આગમ અજરામર બને તે જ તેમની આત્મતમન્ના હતી. આથી તેઓશ્રીએ આગમોને સંગેમરમરમાં કંડારવાનું બીજુ ભવ્ય વિરાટ કાર્ય આરંહ્યું. જાણીને આશ્ચર્ય થાય છે કે આ કાર્ય તેઓશ્રીએ માત્ર પાંચેક વરસના અ૮૫ સમયમાં જ પૂરું કર્યું ! સં. ૧૯૯૪માં તેને શુભારંભ કર્યો અને સં. ૧૯૯૯માં મંગળ પૂર્ણાહુતિ કરી. આરસની શિલાઓ પર શુદ્ધપણે કેતરાયેલ આગમોનું એક નયનરમ્ય આગમ મંદિર પણ તેઓશ્રીની પ્રેરણાથી નિર્માણ થયું, જિનમંદિર તો ભરત ચક્રવતીથી માંડીને આજ સુધીના ભાવિકેએ અનેક બંધાવ્યાં છે, પરંતુ જેના દર્શનના ઈતિહાસમાં આગમ મંદિર નિર્માણ કરાવવાનું સર્વ પ્રથમ શ્રેય પૂજ્યશ્રી સાગરાનંદસૂરિજીના ળેિ જ જાય છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતળ છાયામાં હાલ ઊભેલું શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર એ પૂજ્યશ્રીની જીવનભરની ખંત, ધીરજ, સાધના અને તપની નિરંતર ગૌરવ ગાથા ગાય છે. પાલિતાણા જાય અને “આગમ મંદિરના દર્શન ન કરે તેને ફેર એળે ગયે સમજ. એવું એ બેનમૂન મંદિર છે, તે ઉપરાંત તેઓશ્રીની પ્રેરણાથી સુરતમાં પણ આવું એક આગમ મંદિર ઊભું થયું, ત્યાં તામ્રપત્ર પર આગામે કંડરાયેલાં છે,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy