SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ પર્વ મહિમા દર્શન મહિમા કાર્તિક સુદી એકમના દિવસે જ લખવામાં આવતું હતું, પરંતુ શાસનભેદના જ માટે અવતરેલાની અવળી પ્રવૃત્તિથી હમણાં ભગવાન ગૌતમસ્વામીજીનાં કેવલજ્ઞાનના મહિમાને પણ કાર્તિક સુદિ એકમે ન રાખતાં આ વદિ અમાવાસ્યાએ લાવવામાં આવે છે. જૈન જનતા સારી રીતે સમજે છે કે નવ મલકી અને નવ લેચ્છકી રાજાઓ વગેરેએ ભગવાન શ્રી મહાવીર મહારાજના નિર્વાણના કલ્યાણકને અપનાવેલ હવા વગેરે કારણથી શાસ્ત્રકારોએ શ્રી વિર ભગવાનના નિર્વાણનું કલ્યાણક જે દિવાળીરૂપી પર્વ તેને લેકને અનુસરીને કરવાનું જણાવ્યું છે, એટલે દિવાળીનું પર્વ લેકને અનુસરતું કરવાથી કોઈક વખતે આસો વદિ ચૌદશ તથા અમાવાસ્યાએ પણ તે આવે, પરંતુ સર્વ–લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના કલ્યાણકને તહેવાર પણ લેકને અનુસારે કરે એમ કોઈ પણ શાસ્ત્રકારોએ કહેલું નથી, તેમ આ શાસન વિરોધી એવી ટેળી સિવાય કોઈએ તેમ કહ્યું કે કયું પણ નથી, માટે શાસ્ત્ર અને પરંપરાને માનનારા મહાનુભાવે તે દિવાળી આસો વદિ ચૌદશની હોય, અથવા તે આ વદિ અમાવાસ્યાની હોય, પરંતુ ભગવાન ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને મહિમા ગણણું ગણવાથી, દેવવાંદવાથી અને યાવનું સ્મરણ શ્રવણથી કાર્તિક સુદિ એકમના દિવસે જ કરીને તેને આરાધવા ગ્ય ગણે છે અને આરાધે છે. ચાલુ વર્ષમાં જે કે દિવાળી આસો વદિ ચૌદશ અને શુક્રવારની છે, અને તેથી તેરશ અને ચૌદશ એ બે દિવસ ભાગ્યશાળીઓને દિવાળીના છઠની તપસ્યા કરવાનું થશે અને ભગવાન ગૌતમ સ્વામીજીનાં કેવલજ્ઞાનને મહિમા ૧૯૬ના કાર્તિક સુદિ એકમને રવિવારે થશે. સોળ પહેરના પૌષધ અને સેળ પહેરની દેશના, એ બને ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ કલ્યાણકને ઉદ્દેશીને અથવા એના અંત્યભાગને અનુલક્ષીને કરવામાં આવે છે, તેથી તે છટ્ઠ અને સેળ પહેરનાં પસહ આસો વદિ તેરશ અને ગુરૂવાર તથા આસો વદ ચૌદસ અને શુક્રવારનાં થાય તેમાં શાસનાનુસારીઓને અને શાસનપ્રેમીઓને તે બેસવાનું રહે જ નહિ.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy