SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પર્વ મહિમા દર્શન ઉઠવાથી સૂવા સુધી ઉપકરણ, શરીરની મમતા, તેમજ શ્રમણધર્મ સંબંધી વિચાર બહુ ઓછો કરે છે. શ્રમણધર્મમાં ઘણે ભાગે તેઓ વર્તાશે નહિ. પરધમ ઉપર અસર. દુષમકાળ અહીં જ છાયા પાડશે તેમ નહિ, પરધર્મમાં પણ છાયા પાડશે. જૈનધર્માથી ઇતરધર્મવાળા પાખંડીએ પણ પિતાના શાસ્ત્રમાં જે આચારે હશે તેથી પરોગમુખ થશે. સંન્યાસીના આચારમાં પિતે નહિ રહે, એટલું જ નહિ પણ હજુ જૈન સાધુ કલેશ મમત્વમાં રહેશે, પણ બીજાના સાધુઓ તે કામથી મુંઝાવાના, બાયડીઓ રાખશે, ધર્મનાં કાર્યો છેટાં જ મૂકી દેશે, અને ધર્મ કર્મ સર્વથા છોડી રાજામહારાજાની સેવામાં ધર્મ ઘુસાડશે. રાજા પાસે ધર્મ સંભળાવવો કરાવ ને તેથી પિતાને નિર્વાહ કરે. સામાન્ય લોકે પર તેની અસર થવાની કે નહિ? તારાનું ગ્રહણ ન હોય, સૂર્ય ચન્દ્રનું ગ્રહણ હોય. જનસમુદાય ઉપર અસર, पागयलोगो मोत्तु कुलमेर तेसु तेसु कज्जेसु । अच्चतगरहिएंसुवि वट्टिस्सइ जीविगाहे ॥४॥ પ્રાકૃતલેક, સામાન્ય જનસમુદાય એને આજીવિકાની પડશે. પેટ કેમ ભરવું? પેટ ભરવાની પંચાતમાં–પાપી પેટ ભરવા માટે એમને હજારો પાપ કરવાં પડશે. માત્ર આજીવિકા માટે આખી જિંદગીનું ધ્યેય રહેશે. જીવનના છેડે જિંદગીના છેડે માણસ તપાસે તે નિરાંતે ખાધું, પીધું, જીવિકા માટે જ જન્મ પૂરું કરવાના. ધ્યેય બદલાયું પણ ધંધે તો નથી બદલાયને ? ના, અત્યંત નીંદવાલાયક ધંધા કરશે. જે ધંધે કપે નહિ તે પ્રાકૃતલેકે પેટ માટે કરશે. કુળની મર્યાદા પણ નહિ ગણે. કુળની મર્યાદા તદ્દન છોડીને તે નીંદવાલાયક ધંધે રેજગાર કરશે અત્યંત ગહિંત કાર્યો માત્ર પેટ ભરવા માટે કરશે, કુળમર્યાદા છોડી ધંધે કરશે. ચાલો ! એ ભલે કરે, પણ રાજા ધર્મપરાયણ હેાય તે રાજા લેકેને-મુનિન-શ્રાવકને–પાખંડીઓને ફરજ પાડે તે આપોઆપ ધર્મની પ્રવૃત્તિ થાય, પણ રાજા પિસાના લેભી થવાના.. રાજાઓ ઉપર અસર. अत्थप्पिया य अइदप्पिया य परछिद्दपेच्छणपरा य । पीडिस्सति जणोहं पयंडदंडेहि नरवइणो ॥ ५ ॥
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy