SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૪૩ ભાવિ દુષમકાળનું સ્વરૂપ ભવિષ્યમાં થવાનું છે, અત્યારે કાંઈનથી માટે એકાગ્ર મન રાખી, તું સાંભળ !” ઉપદેશ આપતા ગુરુએ શિષ્યને સાવચેત કરવાની જરુર છે, સૂત્રની શરૂઆતમાં અનુક્રમ કહેતાં કહે છે કે સાવચેત રહે, અપ્રમત રાખવા માટે સાંભળવાની આજ્ઞા કરવામાં આવે છે, 'मइ निव्वाणमुवगए पंचमअरआ उ दूसमा होही। तीए वसा भव्वोऽविहु न जण धम्मुज्जम काही ॥१॥ | પૃ. રૂરૂ૭ દિવાળી પ્રવત્તવાનું કારણ હું નિર્વાણ પામીશ.” “નિર્વાણ શબ્દ દિવાળીની જડ છે. મહાત્માના મોક્ષમાં કે કાં તે અંગેના ઓલવવામાં, એ બેમાં જ નિર્વાણ શબ્દ વપરાય છે. મહાવીરનું નિર્વાણ ખટકયું કને? શ્રમણસંઘને, સકળદેશના ભક્તોને, અને હાજર રહેલા ગણરાજાને, તેમજ નવમલ્લકી, નવલેચ્છકી, કાશી અને કેશળના જે રાજાઓ છે તેમને ખટકયું. અત્યારે જે પાવાપુરીમાં જળમંદિર છે, ત્યાં ચિતા કરેલી અને પ્રભુ ત્યાં મેક્ષે ગયેલા. જેમ દી ગુલ થયે હોય, મેટા શહેરમાં ઈલેકિટ્રક ઓચિંતી બંધ પડી હોય, ત્યારે બીજા દીવાનાં સાધનો તરફ ધ્યાન ખેંચીએ છીએ, તેમ ભાવદીપક નિવૃત્ત થયે દ્રવ્યઉદ્યોત પ્રવર્તાવ્યું. જે મનુષ્યને જે ચીજને અર્થ યથાસ્થિત રૂપમાં ન મળે તે તેને બનાવટી રૂપમાં પણ દાખલ કરી દે, શૂરા સરદારને સાચી તલવાર ન મળે તે લાકડાની તલવાર બનાવીને મ્યાનમાં રાખવી પડે, તેમ ભાવઉદ્યોતનું સર્વત્ર અજવાળું હોય તેવું તે ગયે થકે સર્વત્ર તે ઉદ્યત કરવા માટે દીપકની આવલી, આવલી એટલે શ્રેણી, એટલે કે સંખ્યાબંધ દીવા કરવા પડે, તેથી જગ્યાએ, જગ્યાએ દીવા કરવાની પ્રવૃત્તિ થઈ. ધર્મકેન્દ્રનું જે સ્થાન હોય, અને તે જગ્યા પર જે પ્રવૃત્તિ બધે જાય તેમાં નવાઈ શું? ભક્ત કરેલું કાર્ય બીજે-ભક્ત પોતાના રાજ્યમાં કરે છે તે આશ્ચર્ય નથી. શ્રમણ ભગવાન નિર્વાણ પામી ગયા, તે વખતે અઢાર દેશના રાજાઓનું અનુકરણ કરી માલવાધિપતિ ચંડપ્રદ્યોત પણ પિતાના દેશમાં દિવાળી પ્રવર્તાવે છે. કેશરાજા પણ દિવાળી પ્રવર્તાવે છે એવી રીતે ઉત્તર, પૂર્વ મધ્ય હિન્દુસ્તાનમાં બધે દિવાળી પ્રવર્તે અને બધે દિવાળીનું માહભ્ય થાય તેમાં આશ્ચર્ય નથી.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy