SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ત્રણ પુસ્તકે માં રહેલ વ્યાખ્યાનેનું સંકલન કરવાને પવિત્ર કાર્યને લાભ પ. પૂ. આચાર્ય ભગવંતની અસીમ કૃપાથી મને મળે. તેને યથાર્થ સ્વરૂપે નિરૂપવા મેં પ્રયત્ન કર્યો છે. એક પર્વ પર બે બે-ત્રણ ત્રણ વ્યાખ્યાને છે. જરૂર કયાંક પુનરાવર્તન થશે. તે પુનરાવર્તન શેરડીને ચૂસવા જેવું મિષ્ટ ને મધુર બનશે. પુનરાવર્તન વિચારને પુષ્ટ કરે છે, પ્રસંગે પર વિવિધ પ્રકાશ પાથરે છે. દષ્ટાંત વિવિધ દષ્ટિકોણથી જોવા-જાણવા મળે છે. પ. પૂ. આગમ દ્વારકની વિવેચન-પ્રવચન શૈલી અનેરી મેઘધનુષની જેવી ભાત પાડે છે. સામાન્ય જીવનને સ્પર્શી જાય તેવાં ઉદાહરણે વચને, કહેવત વાચનને સમૃદ્ધ બનાવે છે. આ “પર્વ મહિમા દર્શન”નું મુખપૃષ્ઠ પ. પૂ. આગમ દ્વારકના વિચારનું પ્રત્યક્ષ સર્જન છે. આગમો દ્ધારકે જ્ઞાન-દીપક પ્રગટાવ્યા નિત્યદર્શન માટે-નિત્ય જીવન પ્રકાશિત કરવા માટે. જ્ઞાન એ પ્રકાશ છે, તે પ્રકાશ જીવનમાં અનેરા માર્ગદર્શન તરીકે બની રહે છે. જરૂર મુદ્રણ દોષને સંભવ છે. પણ છતાંય સુજ્ઞ શ્રદ્ધાળુ તેને સંતવ્ય ગણી છાશમાંથી નવનીત પ્રાપ્ત કરશે ને જીવનને નવજીવન અનાવશે. આ “પર્વ મહિમા દર્શને જોયા-જાણ્યા-અનુભવ્યા બાદ વાંચકના આત્માને અને આંતરિક આનંદ પ્રાપ્ત થશે. જીવનને ઉર્ધ્વગામી અનાવવા માટે પર્વ છે. પર્વની મહત્તા ને મિષ્ટતા જીવનને મેક્ષ પંથે જરૂર વાળશે, અનેકના આત્માને સર્વ વિરતિના પંથે લઈ જશે, જીવનને ધન્ય બનાવવાને સોનેરી રાજ માર્ગ દર્શાવશે. આમાં જે કાંઈ ક્ષતિ હશે તે મારા છઘથપણાને કારણે છે. તે તે માટે સર્વ સહૃદયી સમક્ષ મિચ્છામિ દુક્કડં પ્રાર્થ છું. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે માટે ક્ષમા યાચું છું. ૧૬, શત્રુજ્ય સોસાયટી લાલચંદ કે. શાહ (વોદવાળા) પાલડી, અમદાવાદ-૭ બી. એ. (ઓનર્સ), બી. ટી, એસ. ટી. સી. ૧-૭-૮૧
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy