SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પર્વ મહિમા દર્શન સેવાકાળ રચાર દેવતાએ તે પંદરસે તાપસને સાધુવેષ આપે અને તેઓએ દીક્ષા લીધી. તે પંદરસેને શ્રી ગૌતમસ્વામિજી પારાણું કરાવે છે. અનુક્રમે પંદરસોને કેવલજ્ઞાન પારણું કરતાં શ્રી ગૌતમસ્વામિજીની અક્ષીણ મહાનસી લબ્ધિને અતિશય દેખે, આ તે સર્વ લબ્લિનિધાન છે! એમ માની ગણધરપદની ઉત્કૃષ્ટતા–વિચારતાં વિચારતાં, પારણું કરતાં કરતાં ૫૦૦ ને કેવલજ્ઞાન થયું, ૫૦૦ ને માર્ગમાં ચાલતાં ચાલતાં કેવલજ્ઞાન થયું. સમવસરણ દેખતાં દેખતાં બાકીના ૫૦૦ ને કેવલજ્ઞાન થયું. આમ ૧૫૦૦ પંદરસો કેવલિની સાથે શ્રી ગૌતમસ્વામિજી ભગવાન મહાવીરપ્રભુના સમવસરણમાં આવ્યા. ભગવાન વિહાર કરી મિથિલા નગરીમાં આવ્યા. અહીં દુષમાકાલનું વૃત્તાંત આવે છે તે કહીશ, જેથી શ્રમણભગવાન મહાવીરે ક્યા ક્ષેત્રમાં, કયા પ્રસંગે શું કર્યું છે તે ખ્યાલમાં આવે. તાપસના પ્રતિબંધ પછી મિથિલા નગરીમાં આવ્યા છે, અને ત્યાં દુષમકાળનું સ્વરૂપે પ્રગટ કર્યું છે. આ આપોઆપ વગર પ્રીને કે પ્રશ્ન પૂછવાને અંગે વર્ણન કર્યું છે? તે જણાવે છે અતિપરિચયથી અવજ્ઞા થાય. દેશના સાંભળી કેઈએ સર્વવિરતિ, કેઈએ દેશવિરતિધર્મ, સમ્યકત્વ ગ્રહણ કર્યા. આમ દેશના અને ફળ થયા પછી શ્રીગૌતમસ્વામિજી શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે, સામાન્ય નિયમ છે કેવિરિજવવા અતિ પરિચયથી રાતદિવસ બેસવું, ઉઠવું, રહેવું થાય તે અનાદર–અવજ્ઞા થાય. દૂરથી ડુંગરા રળીયામણા લાગે.” ગુણવાળી વસ્તુ હોય તે પણ અવજ્ઞા થઈ જાય છે. તેમ તમારું દષ્ટાંત લે ! ગળપણમાં ફિક્કાપણું નથી. ન ખાધું હોય તે ઈચ્છા રહે, પણ પાંચ સાત દહાડા લાગલાગેટ ખાવામાં આવે તે અરૂચિ થાય. ગળપણ એમનું એમ રહે છે, છતાં અરૂચિ થાય છે. વસ્તુ સદ્દગુણવાળી છતાં અત્યંત પરિચયથી અવજ્ઞા થાય છે. વિશિષ્ટ વસ્તુમાં અવજ્ઞા થાય, તે અવગુણવાળીમાં તુરત અવજ્ઞા થાય, થશે, પણ ઇન્દ્રિય કષાયને અનંતકાળથી પરિચય હોવા છતાં અવજ્ઞા થતી નથી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy