SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પર્વ મહિમા દશબ્દ બેસણાં કરે અગર છ હજાર સ્વાધ્યાય કરે અગર આઠ હજાર નવકારવાળી ગશે. આ પ્રમાણે જે ન કરે તેને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ઉલ્લંઘનને દેષ લાગે છે. તપનાં ફળ. આ પ્રસંગે શાસ્ત્રકાર તપનાં ફળ જણાવે છે કે એક વર્ષ સુધી નરકીના છ અકામ નિર્જરા વડે કરીને જેટલાં પાપકર્મો ખપાવે છે, તેટલાં પાપથી જ ઉત્પન્ન થયેલાં કર્મોનવકારશીના પચ્ચકખાણથી દૂર થાય છે; પરસિના પચ્ચકખાણથી એક હજાર વર્ષ, સાધરિસિથી દશહજાર વર્ષ, પુરિમુઢથી એક લાખ વર્ષ, અચિત્ત જલના એકાસણાથી દશ લાખ વર્ષ, નવીથી એક કેડ વર્ષ, એકલ ઠાણાથી દશ ક્રેડ વર્ષ, એકલ દત્તીથી સાત કોડ (અબજ)વર્ષ, આચાર્લી(આયંબિલ)થી એક હજાર કોડ વર્ષ, ઉપવાસથી દશ હજાર કોડ વર્ષ, છઠથી એક લાખ ક્રોડ વર્ષ, અઠમથી દશ લાખ ક્રોડ વર્ષ સુધીનાં પાપ (તેટલે સમય સુધી નારકીના છે જે દુઃખ ભોગવે તે દુઃખ આપનાર જે પાપો તે પાપ) દૂર થાય છે. આથી આગળની તપશ્ચર્યામાં કેમે કમે દશ ગણ ગણતા જવું. કલ્પસૂત્રમાં સાંભળો છે કે અઠમતપના પ્રભાવે નાગકેતુ આ જ ભવમાં પ્રત્યક્ષ ફળ પામે. તપ નિઃશલ્ય જાઈએ. તપ તે કરવું પણ કેવું કરવું ? માયાશલ્ય, નિયાણુશલ્ય તથા મિથ્યાત્વશલ્ય રહિત તપ કરવું જોઈએ. દુશ્ચરિત્રની આલોચના ન થાય તેવું અર્થાત્ શલ્યવાળું તપ દુષ્કર છતા ફળ ન આપે. આજથી એંશીમી વીશી ઉપર, તેટલા સમય અગાઉ એક રાજાને રાજ્યાદ્ધિ ઘણી હતી, પણ કુંવરી એક નથી. ઘણી માન્યતાથી એક કુંવરી થઈ, બહુમાન્ય ગણાઈ. તેથી ઘણી લાડકવાઈ થાય એ સ્પષ્ટ છે. સ્વયંવરથી વરને વરી, પરંતુ પાપને ઉદય એ કે ચેરીમાં રંડાણી - વિધવા થઈ ત્યાં જ ભર્તાર મરણ પામ્યા. હવે શું થાય? પણ હતી. સુશીલા ! આજના મનુષ્ય આવાં એઠાં લે છે? દષ્ટાંતે કયાં લે છે? પડતાનાં! જેને પડવું હોય તે નીચું જૂએ. ચઢવું હોય તે નીચું ન એ. નીચે જઈને ચઢી શકાય જ નહિ. ચઢનાર ઊંધે મેએ ચઢી શકે જ નહિ. હજી ઊતરનાર ગમે તે પ્રકારે ઊતરે. પણ ચઢનારે તે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy