SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ મહિમા દર્શન રીતે કહેવામાં આવ્યું. એમ કરવાથી કાંઈ લાભ છે ? તેમાં ગ્રંથકારોના આશય એ છે કે છ પ્રકારના પચ્ચખ્ખાણમાં ચિત્ત દૂર ગયું તેા પણુ પાંચ પ્રકારનાં પચ્ચખાણ તે રહ્યાં ને ! મન વશ ન રહે એ ખરૂ પણ મનને વશ કરવાના પ્રયત્ન કરવા જોઇએ. મન વશ ન રહે એવા મિષથી ક્રિયા માત્ર છેડાય નહિ. શિક્ષાવ્રતનેા અથ જ એ છે કે ધીમે ધીમે અભ્યાસથી એટલે શિક્ષાથી એ વ્રતા સાધ્ય છે. છેક એકડા ઘૂટે કે તરત હાંશિયાર થાય ખરો ? વર્ષો સુધી શિક્ષણ લે ત્યારે તે હાંશિયાર થાય છે. જો આ નિયમ છે તે અનાદિકાલના મેહને ખસેડવો શું સહેલા છે ? તેમાં કેટલેા સમય જોઇએ ? માટે એ ચારે તેને અંગે ઊંચી કેટિમાં આવવા વારંવાર તે તે લાંબાકાળ સુધી કરવાં જોઇએ. દુનિયામાં પણ ‘જેવા રેણ તેવી દવા”ના સમયની મર્યાદા છે. રોગ મહિનાના, બે મહિનાના, વર્ષના જૂને હેય તો કાંઈ એક બે દિવસની દવાથી ચાલ્યા જાય ? વૈદ્ય, ડોકટરો કે હકીમ, ગમે તેવા નિષ્ણાત હાય પણ કહી જ દે કે રાગ જૂના છે માટે અમુક સમય પ ́ત દવા લેવી પડશે. આ જીવને પણ અનાદિકાલથી અવિરતિના રોગ લાગુ થયે છે તે સંકલ્પમાત્રથી દૂર થાય ? એ અનાદિકાળના રોગને ટાળવા માટે વારવાર સામાયિકાદ્વિ શિક્ષાવ્રતા કરવાં જોઈ એ એમ ઉપકારી શાસ્ત્રકારો જણાવે છે. નથ વા વીસતિ ઇતિ વાળિવ્વાવારા સવ્વસ્થ તિ सव्वं' (आव० चू० पृ० २९९ भाग २ ), एएण कारणेण बहुसा सामाइय યુના (આવ૦ નિ૦ ૦ ૮૦o) એમાં જેમ જેમ પરાવાઓ, એનું રટણ થાય તેમ તેમ તેમાં સરલતા પ્રાપ્ત થાય. ગૃહસ્થ જ્યારે પ્રથમ પૌષધ કરે ત્યારે તેને વેપાર વગેરેના વિચાર આવે પણ તમે જોશેા કે બે, ચાર પૌષધ થયા પછી એ વિચારા ઘટતા જાય છે, બંધ થાય છે. પૌષધની ટેવ, પેલા વિચારાની ટેવને ટળે છે. આ વ્રત ટેવથી, આદતથી, અભ્યાસથી સાધ્ય છે . માટે જ એનું નામ શિક્ષાવ્રત છે. હવે અહી કોઈને એમ પ્રશ્ન થાય કે, સામાયિક, દેશાવગાશિક તથા પૌષધમાં તો શિક્ષાની જરૂરિયાત માની પણ અતિથિ સ`વિભાગવ્રતમાં શિક્ષાની શી જરૂર ? એમાં તેા રેટલી, રોટલીના ટૂકડા કે પાણીની
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy