SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 3 અઠ્ઠાઈ વ્યાખ્યાન તૃતીય દિવસ પ્ર ભાદ્રપદ ૦)) ને મંગળવાર જામનગર. ये पौषघोपवासेन तिष्ठन्ति पर्ववासरे __ अंतिम इव राजर्षिर्धन्यास्ते गृहिणोपि हि ॥१॥ પૌષધની આવશ્યકતા. શાસ્ત્રકાર મહારાજા શ્રી વિજ્યલક્ષમીસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે અષ્ટાહ્નિકા સમ્બન્ધી તૃતીય દિનનું વ્યાખ્યાન કરતાં પહેલાં બે વ્યાખ્યાનોમાં બાર વ્રતનું સ્વરૂપ નિરૂપણ કર્યું, તેમાં પાંચ અણુવ્રતથી દુર્ગતિનાં બારણાં બંધ કરાયાં, છતાં જે પાપ હજુ આત્માની મલીનતા કરવાવાળા બાકી રહ્યાં હતાં, તે નિવારવા તૈયાર છતાં સંસારની આસકિત ન છૂટેલી હોવાથી સર્વથા સંસારત્યાગ ન કરી શકે, તેઓ એ સૂમ પાપ છેડવા માટે જે પ્રયત્ન કરે તેનું નામ ગુણવ્રત સૂમ પાપોથી પરેજ રહેવું. મેટા અને સૂદ્દમ પાપની પરેજી કરે. ક્ષેત્રથી પરિમાણ ૫૦૦ ગાઉથી બહાર ન જવું એમ પચ્ચખાણ કરે, એટલે પ૦૦ ગાઉ બહારનું પાપ છૂટયું, પણ અંદરનું પાપ રહ્યું. અનર્થદંડ બંધ કર્યો પણ અર્થદંડ એમને એમ રહ્યો છે, સૂમ પાપોની પરેજી માટે ત્રણ ગુણત્રતો લીધા છતાં તેમાં સૂક્ષ્મ પાપ ન જ લાગે તેમ થઈ શકયું નહિ. મર્યાદિત કરેલાં પાપો ઉપભેગમાં છૂટાં રાખેલાં પાપ, અર્થદંડનાં પાપ હજુ એમ ને એમ રહે, તેનું નિવારણ પણ વચમાં વચમાં કરતાં રહેવું જોઈએ. આ માટે શિક્ષાવ્રતમાં સાવદ્ય કાર્ય કરવું, કરાવવું નહીં તેવી વ્યવસ્થા શિક્ષાવ્રતોમાં છે, સામાન્યથી શ્રાવકમાત્રને એ ધ્યાનમાં રહેવું જોઈએ કે ઘરમાં, કથળીમાં, ગલ્લામાં રહેલી, કે દાટેલી મિતને તેઓ તવરૂપ ગણે છે. આકસિમક જરૂર પડે તેવે વખતે કામ લાગે. આનું વ્યાજ નથી ઉપજતું, વૃદ્ધિ નથી થતી, છતાં ખરી વખતે તે મિલ્કત કામ દેનારી ગણે છે. પહેલાના સમયમાં ટોપલે ઘર હતા. ત્યારે ખરી મિલ્કત એ જ હતી, ગુજરાતમાં કાઢી લેકને હલ્લો આવે ત્યારે તેઓ ભાગી જાય, આવા વખતે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડતું, નાશી જવું પડતું. આવા વખતે મિલ્કત કઈ? જે મિલ્કત પાસે હોય તે જ. ઘરેણું–હીરા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy