SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ - ૫ર્વ મહિમા દર્શન સંપત્તિ-દ્ધિ-સમૃદ્ધિ હોય તેવા વખતમાં પૌષધ પ્રતિક્રમણને નિયમ મહાફળ દેનાર થાય છે. શક્તિ હોય ને સહન કરવું ઘણું કઠીન છે. અસામર્થ્ય હોય તે બધા સહન કરે પણ તે દબાણ છે. શક્તિમાં સહન કરીએ તે સહન કર્યું ગણાય. વૃદ્ધાવસ્થા હોય ત્યારે, શક્તિ ન હોય ત્યારે, સંપત્તિ ન હોય ત્યારે નિયમ કરે, તે કરતાં યૌવન અવસ્થા વગેરે હેય ત્યારે વ્રત વધુ ફળ આપે છે. વગર દારૂના છાકવાળી જુવાનીમાં ધર્મા–વ્રત–નિયમ સૂઝવા તે ભાગ્યશાળીને સૂઝે છે. કેટલાક એવા હોય કે પોતાનામાં દરિદ્રતા હોય છતાં પણ તેવા અલ્પદાન આપે છે. તેઓ મહાન ફળ પામે છે, પાંચ કડીના ફૂલમાં કુમારપાળને ૧૮ દેશનું રાજ્ય મળ્યું. દરિદ્રતામાં શાલિભદ્રને ખીરના દાનથી દેવતાઈ ૯૯ પેટીઓ દરરોજ મળે છે. દરિદ્રસમયમાં દીધેલું દાન, મેટા લાભ માટે થાય છે. તેથી જ છેવટે મુડપત્તિ વહોવરાવવી. અગર બે ત્રણ સોપરી અપાય તે પણ ઓછું ફળદાયી નથી. હવે સાધર્મિક ભક્તિ માટે કહે છે. શ્રેષ્ઠ આસન પર બેસાડી વસ્ત્રો વગેરે પહેરામણીમાં આપે. એટલું જ નહિ, “સાન્નિા રાધનાબુદ પણ આપત્તિમાં ડૂબી ગએલા હોય તેવા સાધર્મિકોને બચાવી લે. જુદા રહેલ ભાઈઓ પણ આપત્તિ વખતે સાથે ઊભા રહે છે, ભાઈ સમજી દુઃખમાં સહાય છે. અનંતા ભવચક્રમાં ભમતા જે ભાઈઓ થાય છે તેના કરતાં સાધર્મિકભાઈ જે અનંતાભવોમાં નથી મળ્યા, તેવાને અંગે સંકોચમાં આવીએ તો ખરેખર હૃદયમાં સાધર્મિક ભક્તિ વસી નથી, છતી મિલકત પણ કેટલીક વખત આપત્તિમાં આવવાનું થાય છે, એના ધનથી એની આબરૂ વચમાં પડીને રાખી શકાય છે. આવું જો ન હોય તે પિતાનું ધન ખરચીને પણ તેને ઉદ્ધાર કર જોઈએ. કારણ? મનુષ્ય ધ્યાનમાં રાખવું કે આ જન્મ દાવમાં મૂકયે છે, જવાને તે છે જ, જતાં જતાં જન્મનું ફળ મેળવી લે તે ગયે ન ગણવે, પણ સફળ ગણવે. કયું ફળ મેળવવું? જમીન પાસે છે, છતાં ચેમાસામાં ખેતી કરે તે ફળ મેળવે, ન કરે તે ચોમાસાને વરસાદ નકામે જાય, न कयं दीमुद्धरण. न कयं साहम्मिआण वच्छल हिअयं भि वीयराओ, न धारिओ हरिओ जम्मो ॥१॥
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy