SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મુનિરાજને પણવગર વિહારે માંદગી વિના પણ પગચંપી કરાવવાની શરીર દબાવવાની. પંપાળવાની ટેવ પડી ગયેલી હોય છે. ભક્તિ કરનાર થાકીને બંધ થાય ત્યાં સુધી ના હા કહેજ નહીં. જે દિવસે ભક્તિ સેવા કરનાર કેઈ આવ્યું ન હોય ત્યારે મુંઝાય . છે. પીડાય છે. પિતાના હાથે પગ ઉપર મુઠીઓ મારે છે. તે પણ દબાવવાની ચળ-મીઠાશ ભાંગતી નથી. અને પગ પછાડે છે. આવી ક્લેડી સ્થિતિ અનુભવે છે. આ સિવાય ચા ભુંસું વાપરવાની ટેવના કારણે ઘણી વખત આધાકમી દેષના ભાગીદાર થવું પડે છે. આવી બધી ટેવને કટે કહી શકાય. એનાથી બચાય તેટલું બચવા પ્રયત્ન કરવો તે સાધુતાનું લક્ષણ છે. શિષ્ય પ્રશિષ્યને અથવા ભક્તજનને વૈયાવચ્ચ ન કરવા દેવી એમ કહેવાનો આશય નથી. પણ પિતાનું શિથિલપણું ન થવા પામે તેની પણ કાળજી રખાય જેથી સ્વપર બંનેનું હિત સચવાય ધર્મજીવન આચારમાં નહી ઉતારનારને બીજા સુવિચારો આવતા નથી. હવે રાજકુંવર બગીચામાં ગયેલ છે. બગીચામાં આનંદના માટે બંગલે પણ લાખના ખર્ચે બનાવેલ છે. અને બધી જાતની સગવડ રાખેલ છે. આજુબાજુનું વાતાવરણ પણ સ્વચ્છ શાંતિદાયક. મનને હર્ષ ઉપજાવે તેવું છે. અનેક જોવા લાયક દ બંગલામાં છે. વિશાલહેલમાં જુદા જુદા દેશોની બનાવટ વસ્તુ એનું સંગ્રહસ્થાન પણ રાખેલ છે. ચારે બાજુ બગીચામાં પાણીના ફુવારાઓ ઉડતા હતા. વનરપતિએ ખીલી ઉઠેલી અને
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy