________________
૪૩૪
બીરાજેલા સર્વે અધિકારીઓ તેમજ શેઠીઆઓ, શાહુકારે સેદાગરે, ન્યાયાધીશો, વિદ્યાથીઓ વિગેરેને બતાવવાનો પ્રધાન જીને વિચાર આવ્યું. તે સંબંધી રાજા તથા છત્રકુંવરને જણાવતા તેઓ પણ બહુ હર્ષ પામી આજ્ઞા આપી. અને સમર્થ વિદ્વાન પંડિત શ્રીપ્રસન્નચંદ્રજીએ યુવરાજ શ્રી ભાણવરને પ્રશ્ન કર્યો કે મારી જન્મતિથિ કઈ છે? ભાણવરે કહ્યું કે તમારી જન્મતિથિ હોય તેમાં ૨૧ ઉમરે અને જે સરવાળે આવે તેને ૧૫ વડે ભાગો જેશેષવધી હૈયતે જણાવે.પંડિતજીએ કહ્યું કે શેષ ૧૧ વધી છે ત્યારે ભાવરે કહ્યું કે પાંચમને જન્મ છે.પંડિતજીએ કહ્યું કે બરાબર છે. તેની સમજણ આપે. ત્યારે ભાણકુંવરે કહ્યું કે તે જાણવાનું કોષ્ટકનીચે મુજબ છે.જો ૧ શેષ વધે તો જન્મતિથિ દશમ સમજવી બે વધે તે ૧૧, ત્રણ વધે તે બારશ, ૪ વધે તો તેરસ, પ વધે તે ચૌદશ, છ વધેતે પુનમ અથવા અમાસ, સાત વધે તે પડે એવી ગણત્રી મુજબ,વધે તો નોમ સમજવી. આ રીતે દરેકે ગણત્રી કરી લેવી.
સભામાં બેઠેલા બીજા ભાઈએ પૂછયું કે મારે જન્મ ક્યા વારે થયો તે કહે. ત્યારે કુંવરે કહ્યું કે જન્મ જયોતિષના જાણકારે સોમવારથી પહેલે વાર ગણે છે. તે મુજબ તમારા જન્મને વાર સોમવારથી જેટલા નંબરે આવે તે અંકમાં ૪૬ ઉમેરો. તે ઉમેરતાં જે સરવાળો આવે. તેને ૭ વડે ભાગે. અને જે શેષ વધે તે જણાવે. ત્યારે ૩ શેષ વધી છે એમ કહેવાથી