SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ આવા સત્યવાદી જગતમાં વિરલા જ હોય છે. ખરેખર સાચાને છેડીને સાચ (સત્ય) કદી અલગ રહી શકતું નથી. ભાગ્યશાળીઓ ? હવે સાચા રાજપુત્રને રાજગાદી મળવામાં અબાધાકાળ પુરે થવાની તૈયારીમાં છે જ. તે અબાધાકાળનું સ્વરૂપ જાણવા જેવું જ હોવાથી પ્રસંગે પ્રાપ્ત થયાથી થોડી થોડી વિગતે હે ભવિજનો વૈર્ય ધરીને સાંભળે. - મહાનુભાવે ! જયાં સુધી કર્મ ઉદયમાં આવતું નથી. ત્યાં સુધી તે કર્મનું ફળ મળતું નથી. ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ એટલે કર્મની બાધા–પીડા ન ઉપજાવનારે કાળ ગણાય. એમ જ્ઞાનીજને કહે છે. દષ્ટાંત તરીકે તમે દેવકનું આયુષ્ય ભલે બાંધ્યું હેય. પણ હાલમાં તે દેવલેનું સુખ તમને જરાએ મળે નહિ તેમા જ સાતમી નારકનું આયુષ્ય બાંધ્યું હોય પણ હાલમાં તમને કશી હરક્ત કરી શકે નહિ. જયારે ઉદયમાં આવે ત્યારે જ કરી શકે. જયારે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે જ શુભ કે અશુભ કર્મો ઉદયમાં આવે અને ત્યારે જ સારા કે બુરા ફળો મળે. તે તે કર્મો ભગવાઈને જુદા થઈ જાય. અબાધાકાળ એટલે મુદતિયા હુંડીજ સમજો. હુંડીની મુદત પાકે એટલે જ રકમ મળે. તેમ શુભ કે અશુભ કર્મ કાળ પાકે ત્યારે ઉદયમાં આવી ફળ તેના બતાવે છે. ૨૭
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy