________________
અદાશા ખડકી વળી, ભઠ્ઠી બારી સાથ, પંડિત વીર ઉપાશ્રયે, નમું અજીતનાથ. ૪ છત્રકુંવરે ધ્યેયથી, રાજ્ય મેળવ્યું ખાસ, તેમ મુક્તિપદ પામવા, સુણો મનહર રાસ. ૫ (રાગ–પુખલવઈ વિજયે જયારે, નવરી પુંડગિરિણીસાર.) પ્રભુદર્શન પૂજન કરે રે ગુરૂવંદન સુખકાર,
ધર્મ આરાધ ભાવથી તેજ જગતમાં સાર. સલુણે. રાખોજ મુક્તિનું ધ્યેય,ભૂલેના મુક્તિનું ધ્યેય.
સલૂણે. રાજ મુક્તિનું ધ્યેય. ૧ વિષયસુખ લાગે મીઠા રે, ખરજ ખણે સુખ ભાસ, બળતરા પાછળ ઘણી રે,સહુને અનુભવ ખાસ. સ. ૨ ભૂલકણા સ્વભાવથી રે, દુઃખ વળી ભૂલી જાય, કિંચિંત સુખ સંભાળતો રે, તે લેવા મત થાય. સ. ૩ અનંતાનંત બહુ કાળમાં રે, રખડે જીવ જગમાંય, પુદગલોના પાસમાં રે, રહ્યો ભવ ભવ માંય. સ. ૪ કૌતુક કુતુહલ કારણે રે, કર્મ નચાવે નાચ, ભાન થતા શુરવીર અને રે,મેળવે મુક્તિ જ સાચ. સ. ૫
મહાનુભાવે ! આત્માને કર્મના પાસથી મુક્ત કરવાના દયેયથી નિરંતર સવારમાં આવશ્યક ક્રિયા કરીને શ્રીજિનેશ્વરના દર્શન કરવાનું પૂજન અવસરે પૂજા કરવી. ગુરુવંદન પચ્ચખાણ વ્યાખ્યાન શ્રવણ કરવું. જિનેશ્વરે પ્રરૂપેલ ધર્મની આરાધના ભાવપૂર્વક ઉપગ સાથે કરવી. એમાંજ માનવ જન્મની સફલતા