________________
- ૧૫૭ જવાનું મને બહુ ગમે છે. મારા બાપુએ સાઈકલ મંગાવવાને ઓર્ડર લખી મેકલ્ય, કંપની તરફથી કેટલેક દિવસે જવાબ. આવ્યો કે આપના લખ્યા મુજબ ઓર્ડર મુજબ એક અઠવાડીયામાં સાઈકલ રવાના કરાવીશું. એ વાંચીને મારી ઉત્સુક્તા વધી, થોડા દિવસે પછી વી.પી.થી રસીદ મળી પરંતુ સાઈલ ન આવી. કેમ શું થયું ? રેવાળાની ભૂલથી ક્યાંય બીજે ચાલી ગઈ હશે? છેવટે કેટલીક મહેનતને પરિણામે સાઈકલ પરમ દિવસે મળી. કાલે કેટલીક તૈયારી કરી, સાંજે ફરવા જવાને હતી, પરંતુ મારામામાને ત્યાં જમવાનું હોવાથી હોંશમાંને હોંશમાં જમવા ગયે, ઝટપટ જમી ઉતાવળે ઉતાવળે ઘેર ગયે, કપડા પહેરી સાઈકલ લેવા જાઉં તેવામાં ત્યાં સાઇકલ ન મળે, હૃદયમાં એક આંચકો આવે, પૂછપરછ કરતા માલુમ પડયું કે મારા કાકાનો દિકર વિભુ સાઈકલ લઈ ફરવા ચાલ્ય ગયો છે. | મારા પહેલા જ મારી સાઇકલ પર એ ફરવા ચાલ્યા ગયા ? મનમાં ક્રોધ ચડી આવ્યો. મેં ચડી ગયું. આંખમાં ઝરમરીયા આવ્યા. એમ ને એમ ધુંધવાતો શહેર બહાર કેટલાક છોકરાઓ સાઇકલ ફેરવતા હતા. ત્યાં આવ્યું. પરંતુ ન મ વિભુ કે. ન મળે સાઈકલ. એ વખતે મારા મનની દશા કેવી થઈ ગઈ હતી તે હું કહી શકતો નથી. ઘણું રખડ્યો. બહુ તપાસ કરી. છતાં પત્તો જ ન મલ્યા. છેવટે ઘર તરફ રવાના થયે. કેવી રીતે અને.