SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૭ પડ્યા ! એને પણ જવાભ આપે. " આ જગતમાં જેટલા મનુષ્ય જન્મ્યા છે તે બધા એક વાર માતાના પેટમાં હતા. માથું નીચે અને પગ ઉપર એવી રીતે નવ માસથી પણ અધીક સમય તેમાં લટક્યા હતા. એ હતી અંધારી કોટડી અને તેમાં અનાજને પણ પચાવી દે એવી હતી ઉત્કટ ગરમી. તે ઉપરાંત ત્યાં મોટું ફેરવી લેવાનું મન થાય એવી દુધ પણ હતી. રહેવાનું હતું બરાબર જકડાઈને, ન હાથ લાંબો થાય કે ન પણ ટુકે થાય પણ ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી એકદમ પલટ થશે. અને આપણે બધું ભૂલી ગયા. તેથી એમ કહેવાશે ખરું કે આપણે ગર્ભમાં હતા જ નહિ. જો મનુષ્યને ગર્ભાવસ્થાનું આદુઃખયાદ રહેતો ફરી ગર્ભમાં આવવાનું પસંદ કરે જ નહિ. પણ મનુષ્ય એ બધું ભૂલી જાય છે અને જે નવું જીવન પ્રાપ્ત થયું છે. તેમાં જ આનંદ માને છે. આપણું જીવન નદીના બે કીનારાને જોડતા પુલ જેવું છે. તેમાં એક કિનારાને આપણે જન્મ કહીએ છીએ. અને બીજા કિનારાને મરણ કહીએ છીએ. એકમાં આવવાનું છે, બીજામાં જવાનું છે. આવનાર પૂર્વમાં મરીને જ આવે છે. અને નાર પણ મરીને જ જાય છે. પણ આપણે જન્મ વખતેવાજા વગડાવીએ છીએ. મીઠાઈઓ વહેંચીએ છીએ. માટે ઉત્સવ માંડીએ છીએ. જ્યારે મૃત્યુ વખતે રોકકળ કરીએ છીએ. અને દિવસે સુધી શોક પાળીએ છીએ. આનું કારણ શું ! આપણે રાગ
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy