SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ "ઉત્તર-દશ વિકાલિક સૂત્ર અધ્યયન ૮ ગાથા ૫૬ માં ભગવાને કહ્યું છે કે એક વરસની ડેરી જેના હાથ, પગ, નાક, કાન કાપેલાં હોય તે પણ બ્રહ્મચારી સાધુએ તે સ્ત્રીથી એવી હાલતમાં પણ વાત કરવી નહિ. પ્રશ્ન –તે પછી એકલી સ્ત્રી હોય અને બીજું કંઈ પાસે ન હોય તે સાધુ વહેરી શકે કે નહિ? - ઉત્તર–બીજી સ્ત્રી કે બીજે પુરૂષ કેઇપણ ન હોય તે સાધુને વહેરવું કપે નહિ, કારણ કે બીજાઓને તેઓના શિયળવ્રતમાં શંકા ઉપજે અને કોઈ પૂછે તે સાધુએ એમ કહેવું કે બેન તું એકલી છે માટે અમને વહેરવું ક૯પે નહિ. પ્રશ્ન –આવા દુષ્કર બ્રહ્મચર્યવ્રત પાળવા સારૂ ખાવા, પીવા વગેરેની મર્યાદા રાખવી પડે કે નહિ? ઉત્તર-મર્યાદા વગર બ્રહ્મચર્યવ્રત પાળવું ઘણું મુશ્કેલ છે માટે જ તેરાપંથી મત સંશાધક આચાર્ય વર્ય શ્રી ભીખનજી સ્વામી તથા શ્રી જીતમલજી મહારાજ આદિ પુરૂષોત્તમ પુરૂષોએ પણ સમુદાયમાં ખાવાપીવાની બાબતમાં કારણ સિવાય સાંજની વખતે ગરમ આહારની ગોચરી ન કરવી આદિ અનેક મર્યાદા બાંધેલી છે. આમ કરવાથી હંમેશાં ઉણાદરી તપ ચાલુ રહે અને સંયમ સુખેથી પાળી શકાય.
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy