________________
૫૮
આગળ વધ્યા ને હાથીને કહેવા લાગ્યા, “ અરે આ દુષ્ટ હાથી ! તું બળવાન થઈ નિખ`ળ અબળાને કેમ હેરાન કરે છે? જો તારામાં શક્તિ-બળ હોય તેા મારી સામે આવ,”
રાજકુમારના શબ્દો જાણે તે હાર્થી સમજ્યું હોય તેમ બ્રાહ્મણીને છોડી રાજકુમારને પકડવા ધસ્યા; ત્યારે તે જાણે યમરાજ જ હોય તેવા જાતેા હતેા. રાજકુમારે ગાંડા હાથીના પોતાના બળથી પૂરેપૂરો સામનો કર્યો. હાથીને ખૂળ ફેરા પછી જોરથી તેના મર્મીસ્થાનમાં ભાલે મા તે સાથે જ વેદનાની બૂમ પાડી હાથી જમીન પર પડયા, મરી ગયા, હાથીના મરતાં રાજા તેમજ પ્રજાએ રાજકુમારની બહાદુરીથી ખુશ થઇ ‘જય જય’ના પાકારે પાડી આકાશને ભરી દીધુ . આખાય નગરમાં રાજકુમારની બહાદુરીના વખાણુ થવા લાગ્યાં.
રાજાએ રાજકુમારને અભિનંદન આપવા આખાય નગરને તારણ!--ધજાએથી શણુગારવા આજ્ઞા આપી, તે ઉત્સવ કર્યા. માનવમેદની સમક્ષ રાજકુમારને ઘટકુમારનાં નામથી સબચે. એલાવ્યું.
રાજકુમારે કોઇથી ન ઘટી શકે તેવી ઘટનાને ઘટાવી હતી અને તેથી રાજાએ તેને અઘટકુમાર કહ્યો હતો.
રાજાએ પણ રાજકુમારને અભિનદન આપ્યાં પછી તેણે પેલા બ્રાહ્મણને ખેાલાવી તેનુ સન્માન કરી ખૂબ ધન આપ્યુ ને વિદાય કર્યા.