________________
૫૧૨
મેં કહ્યું, “તું પણ મારી બહેન જેવી નીકળે તે? મને એવી પત્નીની જરૂર નથી.”
“હે બનેવી!” તે વિનયપૂર્વક બેલી. “હું મારાં માતા-પિતાને સાક્ષી રાખી તમને આ વરમાળા પહેરાવું છું. જે આ માળા સહેજ પણ સૂકાય તે મારામાં અપવિત્રતા આવી છે તેમ જાણજો. મારા ચારિત્રના પ્રભાવથી આ માળા ક્યારે પણ સૂકાશે નહિ.”
તેના શબ્દો સાંભળી મેં તેની સાથે લગ્ન કર્યા. તેને લઈ મારે ઘેર આવ્યા. રાજન ! બારબાર વર્ષનાં વહાણું વાયાં છતાં આ માળ સુકાઈ નથી. તે મારા ગળામાં શેલી રહી છે.”
વિક્રમાદિત્ય આ સાંભળી આશ્ચર્ય પામ્યા. ને વિચારવા લાગ્યા, સ્ત્રીનું ચરિત્ર કઈ જ જાણી શક્યું નથી. જાણતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે. ઘોડાની ચાલ, વૈશાખ મહિનાની મેઘ ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, ભવિષ્ય, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ થવી તે દેવતાઓ પણ જાણતા નથી, તે મનુષ્યની શી વિસાત? સમુદ્રને પાર કરી શકાય, પણ કુટીલ સ્ત્રીને સમજી ન શકાય.” વિચારતા મહારાજાએ ગગનધૂલીને કહ્યું, “જે તમને
ટું ન લાગે તે કહું. હું તમારી સ્ત્રીની પરીક્ષા કરવા. ઈચ્છું છું.”
તમારી ઈચ્છા પ્રમાણે મારી પત્નીની તમે પરીક્ષા કરી શકે છે.” ગગનધૂલીએ કહ્યું.