SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ -ધૂમથી મહારાજા વિક્રમ અને રાજકુમારી લક્ષ્મીવતીનાં લગ્ન કર્યા. ત્યાર બાદ રૂપી વેશ્યાને અભય વચન આપી તેની પાસેથી રત્નની પેટી અને સાંઢણી લીધી ને ઉજજન તરફ પ્રયાણ કર્યું. ઉજજનના બાગમાં મહારાજા આવ્યા. આ સમાચાર નગરમાં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ને તેમને નગરમાં લઈ ગયા. મહારાજાએ લક્ષ્મીવતીને રહેવા માટે સુંદર મહાલય આપે. ને નાગદમનીને બોલાવી કહ્યું, મેં - તમારા કહ્યા પ્રમાણે કાર્ય કર્યું છે. હવે પંચદંડવાળું છત્ર બને.” આ રત્નથી પંચદંડવાળું છત્ર બનશે નહિ, આ તે - જાળ બનાવવાના કામમાં આવશે. હું તમને બીજું કામ બતાવું તે પૂરું કરે એટલે તમારી ઈચ્છા પૂરી થશે.” “ કહે મારે શું કામ કરવાનું છે?” મહારાજાએ પૂછયું.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy