SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ માયા જ કાર્યસાધિકા છે તેમ માની મહારાજ જિનમંદિરમાં અગ્નિશૈતાલ અને ભદમાત્ર સાથે ગયા પછી તેઓએ સંકેત થતાં બે જણે આકાશ તરફ ઊડે તેમ નક્કી કર્યું ને નૃત્ય કરવા માંડયું. પૂજારીએ આ વાત મહારાજા શાલિવાહનને કરી. ને રાજા નૃત્ય જેવા મંદિરે આવ્યો. નૃત્ય જોઈ ખુશ થય ને ત્રણે જણાને રાજસભામાં નૃત્ય કરવા આગ્રહ કર્યો. એટલે નારીજી વિદ્યાધરે-વિક્રમાદિત્યે સભામાં સ્ત્રીની હાજરી ન હોવી જોઈએ તેમ જણાવ્યું રાજાએ તે કબૂલ કર્યું. રાજકુમારીને સખીઓએ આ સમાચાર આપ્યા. તે જાણી પિતે પુરુષ વેશ લઈ સભામાં નૃત્ય જેવા ગઈ. નૃત્ય જોતાં લે ભાન ભૂલ્યા. પછી સ્ત્રીષનું કારણ વિક્રમને રાજાએ પૂછ્યું. એટલે વિક્રમે સુકોમલાને પિતાના છ ભવમાં પુરુષવિરુધ્ધ જે કહ્યું હતું તેનાથી ઉલટું સ્ત્રીવિરુધ કહ્યું. ત્યારે સુકોમલા આ વાતને વિરોધ કરવા લાગી. પણ સુકમલાને હારવું પડ્યું. ને ત્રણે દેવે આકાશ તરફ જવા લાગ્યા. આ જોઈ આશ્ચર્ય પામતી સુકોમલાએ વિદ્યાધર સાથે લગ્ન કરવા મનથી નક્કી કરી પિતાના બાપને મનની વાત કહેતાં કહ્યું, જે વિદ્યાધર સાથે પિતાનાં લગ્ન નહિ કરવામાં આવે તે પોતે આ મહત્યા કરશે.” મહારાજાએ વિદ્યાધરને બોલાવ્યા–રાજકુમારી સાથે લગ્ન કરવા કહ્યું. તે કહેતાં દેવથી વિપરિત લક્ષણ જોઈ રાજા દ્વિધામાં પડયો. પણ તે વિદ્યાધર-સજ્જન પુરુષ છે માની પિતાની પુત્રી પરણાવવા તૈયાર થયે- આગ્રહ કર્યો ને વિક્રમ-સુકમલા પરણ્યાં. બીજે સર્ગ સમાપ્ત
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy