________________
૩૩૧
સાંભળે ને તેને વૈરાગ્ય આવ્યું. ચારિત્રગ્રહણ કરવા મન સાથે નક્કી કરી ગુરુદેવને પૂછ્યું, “હે ભગવન! મારી આ કન્યા કેને આપું ?? જવાબમાં ગુરુદેવે કહ્યું, “શંખદત્તને.”
“શંખદત્ત’ નામ સાંભળતાં શ્રીદત્તની આંખમાં આંસુ આવ્યાં. તે રડતે રડતો બે, “હવે એ મિત્ર કયાંથી મળે?” - ગુરુદેવ આશ્વાસન આપતા કહેવા લાગ્યા, “શ્રીદત્ત, તમે શાંત થાવ. તમારે મિત્ર તમને મળશે.” આ શબ્દ શ્રીદત્તના કાને પડે તે જ વખતે ક્રોધથી લાલ પીળે થતો શંખદત્ત ત્યાં આવ્યું. તેણે ગુરુને પ્રણામ કર્યા. ગુરુએ ક્રોધને શાંત કરવા ઉપદેશ આપ્યું. તે શાંત થયો ત્યારે શ્રીદત્ત પૂછયું, “આ શંખદત્ત અહીં શી રીતે આવ્યા ? ” જવાબમાં ગુરુદેવે કહ્યું, “તમે તો તેને સમુદ્રમાં નાંખી દીધે હતું, પણ તેના નસીબે તેને પાટિયું મળી ગયું. તે પાટિયાના આધારે સાતમે દહાડે તે સાગરકાંઠે આવ્યું. ત્યાં તેના મામા સાથે તેનો મેળાપ થયે, મામા તેને પિતાને ત્યાં લઈ ગયા ને જમાડે, પછી તેણે તેના મામાને પૂછયું,
અહીંથી સુવર્ણ કુલ કેટલું દૂર છે?” ત્યારે મામાએ કહ્યું, “ભાઇ, એ નગર અહીંથી છત્રીસ પેજન દૂર છે.” આ સાંભળી શંખદત્ત ધન અને કન્યા મેળવવા નીકળે.” બેલતા ગુરુદેવે શંખદત્તને કહ્યું, “પૂર્વ જન્મને કારણે જ શ્રીદત્તે તને સમુદ્રમાં નાંખે હતો. હવે બૈર વસુલ થઈ ગયું. તમે ભાઈ, ભાઈ બને.”
ગુરુના શબ્દ ત્યાં બેઠેલે રાજા સાંભળતો હતો. તેને.