SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २२० કહ્યું, “ધનથી દાન, વાણીથી સત્ય, આયુષ્યથી કીતિ અને ધર્મ તેમજ શરીરથી પાપકાર કરીને અસારમાંથી સાર ગ્રહણ કરવા. આ જ મનુષ્યજીવનને સાર છે. ” ધર્મ ઘાષસૂરિના આ પ્રમાણે ઉપદેશ સાંભળી વિક્રમ ચરિત્ર હંમેશા દાન, શીલ, તપ અને ભાવના આ ચાર પ્રકારથી ધર્માચરણ કરવા લાગ્યા. મેક્ષ પ્રાપ્ત થવાની ક્ષણે જ્યારે માનવ માટે પાસે આવતી જાય છે, તેમજ સવ કલ્યાણને માટે ચેાગ્ય થાય છે, ત્યારે જ જીવ જિનેન્દ્રે કહેલા ધર્મ'ને ભાવનાપૂર્વક સ્વીકારે છે. વિક્રમચરિત્ર ધર્માંકામાંમાં પુષ્કળ પ્રમાણમાં દ્રવ્ય વાપરતા હતા. મર્યાદા બહાર રાજકુમારને દ્રવ્ય વાપરતા જોઈ કાષાધ્યક્ષ વિચારમાં પડી ગયા ને મહારાજા વિક્રમાદિત્યને કહેવા લાગ્યા, “ મહારાજ, કુમાર દ્વવ્યના ઘણા જ વ્યય કરે છે, તે હવે શું કરવું?” “ વાંધો નહિં, ” મહારાજે કહ્યું, “તમે તેને દ્રવ્ય આપતા સ ંકોચ કરશે નહિં, હું તેને સમય જતા આ સંબંધમાં શિખામણ આપીશ. જે કામ શાંતિથી થતુ. હાય તેને માટે કડકાઈ કરવાની જરૂર હાતી નથી. ” રાજાના આ જવાબ મળ્યા પછી કોષાધ્યક્ષ શાંત થઇ ગયે. પણ મહારાજા હૃદયમાં વિક્રમચરિત્રને સારી શિખામણ આપવાના વિચારા કરવા લાગ્યા.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy