________________
૨૦૦
એક મહિના અંદર હું કઈને અહીં મરવા દઈશ નહિ, કારણ કે આ ધરતી મારી છે.”
આ સંદેશે સાંભળી ધર્મ ધ્વજ એક મહિને પસાર કરવા ત્યાં રહ્યો.
આ પ્રમાણે થોડા થોડા દિવસના અંતરે વલ્લભીપુરને રાજા મહાબળ પિતાની સ્ત્રી સાથે આવ્યો. મહારાજા વિક્રમાદિત્યને પુત્ર વિક્રમચરિત્ર આવ્યો, સિંહ નામને ખેડૂત આવે. આ બધા પ્રાણત્યાગ કરવા માટે જ આવ્યા હતા, પણ આનંદકુમાર કેઈને ત્યાં પ્રાણત્યાગ કરવા દેતે ન હતું કે કેઈને ગિરનાર પર ચઢવા દેતે ન હતું. જે લેકે ત્યાં અનશન કરવા આવતા હતા તેમને પણ રોકવામાં આવતા હતા,
ધર્મધ્વજ પ્રાણત્યાગ કરવા ઉતાવળ કરતો હતું, તેને આનંદકુમાર સામે લાવી ઊભે કર્યો. આનંદકુમારે તેને જોઈ પૂછ્યું, “હે શ્રેષ્ઠ પુરુષ! તમે અહીંયાં શા માટે પ્રાણત્યાગ કરવા આવ્યા છે ?”
જવાબમાં ધર્મધ્વજ કહેવા લાગ્યું, સપાદલક્ષ નામના દેશના આભૂષણ રૂપ શ્રીપુર નામનું નગર છે, હું ત્યાંના રાજા ગજવાહનને પુત્ર ધર્મધ્વજ છું. હું જ્યારે વલ્લભીપુરના રાજા મહાબળની પુત્રી શુભમતી સાથે લગ્ન કરવા ગયે, ત્યારે એ કન્યાનું કેઈ દેવ, દાનવે હરણ કર્યું, તેને અત્યાર સુધી પત્ત નથી. તેથી જ હું અહી પ્રાણત્યાગ કરવા આવ્યો છું.